Bharuch: પંડવાઈ સુગર ફેક્ટરીની 15 બેઠકો માટે આગામી 5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટું સ્થાન ધરાવતી હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વ હેઠળ ‘સહકાર પેનલ’ના તમામ 16 ઉમેદવારોએ ભવ્ય રેલી યોજીને શક્તિ પ્રદર્શન સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા.

પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણી

ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં મોટી સંખ્યામાં સમર્થકો અને શાસક પક્ષના કાર્યકરો એકઠા થયા હતા. ઢોલ-નગારાના નાદ અને વિજયી નારાઓ સાથે રેલી સ્વરૂપે પહોંચીને પ્રાંત અધિકારીની કચેરી ખાતે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ઉમેદવારી પત્રો સોંપવામાં આવ્યા હતા. આ ઉમેદવારી પત્રો ભરવાના પ્રસંગે ભરૂચ જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રાણા તેમજ જાણીતા સહકારી આગેવાન રાજુ પાઠક સહિતના આગેવાનોએ હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. 

5 સપ્ટેમ્બરે 15 બેઠકો માટે યોજાશે મતદાન

ફોર્મ ભર્યા બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ફેક્ટરી દ્વારા ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા કામો અને સહકારી માળખાની મજબૂતીના આધારે સહકાર પેનલ તમામ બેઠકો પર જંગી બહુમતીથી વિજયી બનશે. પંડવાઈ સુગર ફેક્ટરીની કુલ 15 બેઠકો માટે આગામી 5 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે, જેને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, અશ્લીલ વીડિયો બતાવી 14.39 લાખનું સોનું પડાવ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *