Bharuch News: લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું, ધ્રુવ ગોહિલની ધરપકડ

📅 Published: October 14, 2026 | 📂 Category: Crime

ભરૂચ શહેરમાં ગુનાખોરી અને નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકની ટીમે બાતમીના આધારે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડુંગરી રેલવે ફાટક પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં સફળતા મેળવી છે.

76 ગ્રામ MD ડ્રગ્સ અને મોપેડ જપ્ત

પોલીસે હાથ ધરેલી આ રેડ દરમિયાન આરોપી ધ્રુવ ગોહિલ પાસેથી કુલ 76 ગ્રામ એમડી ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત અવરજવર માટે વપરાતું મોપેડ અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા 2,88,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Bharuch News: MD Drugs Worth Rs 2.88 Lakh Seized in Bharuch | Police Arrests Accused

આરોપી ધ્રુવ ગોહિલની અટકાયત અને આગળની તપાસ

પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાયેલા ધ્રુવ ગોહિલ નામના આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને ભરૂચમાં કોને વેચવા માટે જઈ રહ્યો હતો તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Bharuch News: MD Drugs Worth Rs 2.88 Lakh Seized in Bharuch | Police Arrests Accused

આ પણ વાંચો: Bharuch News : જંબુસરમાં માસુમ શ્રમિકનું કરૂણ મોત, 15 વર્ષના બાળ શ્રમિકના મૃત્યુથી પરિવારમાં આક્રંદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *