Bharuch News: ACની આડમાં વિદેશી દારૂની હેરાફેરી! SMCએ જપ્ત કર્યો 1.25 કરોડનો મુદ્દામાલ

📅 Published: October 10, 2026 | 📂 Category: Crime

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાના અવનવા કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે SMC ની ટીમે બાજ નજર રાખીને બુટલેગરોના મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.

એર કન્ડીશનરની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

બાતમીના આધારે SMC ની ટીમે શંકાસ્પદ કન્ટેનરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તલાશી દરમિયાન કન્ટેનરની અંદરથી મોટા પ્રમાણમાં એર કન્ડીશનરની આડમાં સંતાડીને રાખવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની આશરે 296 જેટલી પેટીઓ તથા 111 નંગ એસી મળી આવ્યા હતા.

હરિયાણાથી વડોદરા ઘૂસાડાતો હતો દારૂ, 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, વિદેશી દારૂનો આ મોટો જથ્થો હરિયાણાથી ભરીને ગુજરાતના વડોદરા ખાતે પહોંચાડવાનો હતો. SMC ની ટીમે વિદેશી દારૂની 296 પેટીઓ, 111 એસી તેમજ કન્ટેનર મળીને કુલ રૂ. 1.25 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bharuch News: SMC Seizes Illegal Foreign Liquor Worth Over ₹1.25 Crore Hidden in AC Container on Ankleshwar Highway

SMC ની ટીમનો પીછો જોઈ ટ્રકચાલક કન્ટેનર મૂકીને ફરાર

SMC ની ટીમ દ્વારા કન્ટેનરનો પીછો કરવામાં આવી રહ્યો છે, તેવી જાણ થતાં જ ચાલાક ટ્રકચાલક હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર રસ્તા વચ્ચે જ છોડીને અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો હતો. ડ્રાઇવર ફરાર થઈ જતાં પોલીસે કન્ટેનરનો કબ્જો મેળવી આગળની તજવીજ શરૂ કરી છે.

ફરાર ડ્રાઇવર અને દારૂ મંગાવનાર બુટલેગરોની શોધખોળ શરૂ

અંકલેશ્વર હાઇવે પરથી કરોડો રૂપિયાનો દારૂ પકડાયા બાદ હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂ ભરેલું કન્ટેનર છોડીને ભાગી ગયેલા ડ્રાઇવરને ઝડપી પાડવા અને આ દારૂનો જથ્થો હરિયાણાથી કોણે મોકલ્યો હતો તથા વડોદરામાં કયા બુટલેગરે મંગાવ્યો હતો તે દિશામાં રાઉન્ડ ધી ક્લોક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ankleshwarમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *