Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ

📅 Published: September 16, 2026 | 📂 Category: Crime

ભાવનગર શહેરના હાડાનગર વિસ્તારમાં આવેલ સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સ્થાનિક પોલીસ અને LCB ની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાંથી આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 500 પેટી જેટલો ડુપ્લીકેટ વિદેશી દારૂ બજારમાં વેચી માર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી સહિત 3 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાનું નેટવર્ક અને ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછ

પોલીસ તપાસ દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવાનું રો-મટીરિયલ સપ્લાય કરનાર રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાની પણ મોટી સંડોવણી ખુલી છે. અજીતસિંગ અગાઉ મહુવા તેમજ હાલમાં મોરબી અને કચ્છમાં ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીઓના રેકેટમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમ રાજસ્થાનથી તમામ સ્થળો પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું રો-મટીરિયલ પૂરૂં પાડતો હતો. માલસામાન લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ભાવનગરના ‘વિકાસ ટ્રાન્સપોર્ટ’ના સંચાલકનું પણ LCB પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે.

લઠ્ઠાકાંડ બાદ પણ મોટું રેકેટ, કોના ઈશારે ચાલતો હતો કારોબાર?

ગુજરાતમાં અગાઉ બનેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ પણ આ પ્રકારે નકલી વિદેશી દારૂનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાથી ગંભીર સવાલો ઊભા થયા છે. બજારમાં વહેતી થયેલી 500 પેટી જેટલી ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો કોના ઈશારે અને કોના આશીર્વાદથી વેચવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડના તાર વધુ ઊંડે સુધી પહોંચવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

આ પજ્ન વાંચો : Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *