Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર

📅 Published: August 21, 2026 | 📂 Category: Surat

ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના યુવક સંજયસિંહ ડોડીયાની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.

સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો

મળતી માહિતી મુજબ સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ સુરત પહોંચ્યા હતા., જ્યાં તેમની તબિયત લથડી હતી. ઝેરી દારૂની ગંભીર અસરને કારણે તેમનું મગજ ડેમેજ થયું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 દિવસથી યુવક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતો.

યુવક ICUમાં દાખલ હતો

તબિયત વધુ ગંભીર બનતાં તેને સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી યુવક ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો.

હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો 

સારવાર દરમિયાન તેમની સ્થિતિ સતત નાજુક રહેતાં હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે. ઝેરી દારૂ પીધા બાદ તેની અસર માત્ર ઘટનાસ્થળ પૂરતી સીમિત રહી નથી, પરંતુ અન્ય શહેરોમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્તોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે.

અત્યાર સુધી 9 લોકોના મોત થયા 

ભાવનગરના નકલી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, સુરતમાં સારવાર લઈ રહેલા મૂળ ભાવનગરના યુવકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા આ દુર્ઘટનાની માનવીય કરુણતા વધુ ઘેરી બની છે.

અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા 

હવે ઝેરી દારૂ પીધેલા અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા વધી રહી છે. આ સમગ્ર કેસમાં નકલી દારૂના ઉત્પાદન, સપ્લાય અને વેચાણના નેટવર્કની તપાસ સાથે અસરગ્રસ્તોની સારવાર પર પણ તંત્રની નજર કેન્દ્રિત છે.   

આ પણ વાંચો  :   Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *