Bhavnagar : પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરતાને મહત્વ આપવા આહવાન

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

.આ મુખ્ય અતિથિ દેવેન્દ્રભાઈ દવે દ્વારા રાષ્ટ્રીય કાર્યને વેગ આપવા માટે પંચ પરિવર્તન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશીનો પ્રોત્સાહન અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર કાર્ય કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતુ.તેમજ મહાસંઘની પ્રસંશા કરી હતી.

અધ્યક્ષસ્થાનેથી યુનિ.ના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજ દ્વારા શિક્ષકના કર્તવ્ય, જવાબદારી અને સમાજના નિર્માતા તરીકે શિક્ષકની ભૂમિકા અંગે માર્ગદર્શક ઉબ્દોધન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા વિપુલભાઈ પુરોહિત (સદસ્ય કોર કમિટી પ્રાંત – ઉચ્ચ શિક્ષા ), સંજયભાઈ વાઢેર ( બોર્ડ ઓફ્ મેનેજમેન્ટ એમ.કે.બી.યુ.) રામભાઈ કેશવાલા ( પ્રાંત મંત્રી આચાર્ય સંવર્ગ ) સહિતના હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી થયો હોત. ત્યારબાદ નિકિતાબેન પ્રજાપતિ (જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ, માધ્યમિક સંવર્ગ) દ્વારા સંગઠનગીત અને વનીતાબેન બારૈયા (વિભાગ મહિલા સંગઠન મંત્રી) દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. માનસિબેન ત્રિવેદી (કારોબારી સભ્ય) દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *