Bhavnagar : મોબાઇલની નજરે કંડારાશે કુદરત, લોકજીવન, ધરોહરની અનોખી દુનિયા

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

25

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી ભાવનગરના તસવીરકાર દિપક શાંતિલાલ સોલંકી (ગોપાલ માળી) દ્વારા છબીકલા પ્રદર્શન મોબાઇલની નજરે યોજાશે. કુદરતની અનુભૂતિ ક્ષણોની સંવેદના વિષય સાથે યોજાનારા આ પ્રદર્શનમાં મોબાઇલના સામાન્ય કેમેરાથી કંડારાયેલી 30 કલાત્મક તસવીરો રજૂ કરવામાં આવશે. પ્રકૃતિ, પશુ-પક્ષીઓ, ગ્રામ્ય અને શહેરી જીવન, ગુજરાતની ધરોહર, સ્થાપત્ય તેમજ રોજિંદા જીવનની અણદીઠી ક્ષણોની અનોખી ઝલક તસવીરોમાં જોવા મળશે.

આ પ્રદર્શન 3, 4 અને 5 ઓક્ટોબર દરમિયાન સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાશે. મુલાકાતનો સમય સવારે 9થી બપોરે 2 અને સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. પ્રદર્શનનું ઉઘ્દાટન શનિવાર, 3 ના રોજ સવારે 10:30 કલાકે મેયર ઉષાબેન તલરેજા તથા માલતીબેન શાંતિભાઈ સોલંકીના હસ્તે થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *