Bhavnagar :સિહોરમાં હડકાયા કૂતરાનો આતંક, છ જણાને બચકા ભર્યા : ભયનો માહોલ

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

      23

સિહોર શહેરમાં હમણાં હમણાં હડકાયા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. દરેક વિસ્તારોમાં આ કૂતરાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. નાના બાળકોથી માંડીને મોટા પાછળ દોડી કે પછી વાહનો પાછળ દોડી બચકા ભરી રહ્યા છે. હડકાયા કૂતરાએ 6 થી વધુ જેટલા લોકોને બચકા ભરતા દોડધામ મચી ગઈ હતી. કૂતરાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કૂતરું લોકોને બચકા ભરતું હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં કૂતરાનો આતંક સ્પષ્ટ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાફેલાઈ છે.ઘટનાને પગલે તંત્ર દ્વારા હડકાયા કૂતરાને પકડીને લોકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *