ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન ની ઉજવણી અંતર્ગત સંઘનાં સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી તથા કર્મચારીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતી સાથે સર્વોત્તમ ડેરીના આંતરિક પરિસરમાં તેમજ સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત જિલ્લાની તમામ દૂધ મંડળીઓના કર્મચારીઓ દ્વારા પણ સર્વગ્રાહી સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સામુહિક શ્રમદાન દ્વારા સ્વચ્છ ભારત સુંદર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન ડેરી પરિસરમાં સૌએ સાથે મળીને શ્રમદાન કરી સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સર્વોત્તમ ડેરી પરિવારે સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં, પરંતુ સૌની સામૂહિક જવાબદારી હોવાનો સંદેશ આપ્યો હતો. સર્વોત્તમ ડેરી હમેશા રાષ્ટ્રીય સામાજિક તેમજ લોકોપયોગી કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે.
Bhavnagar : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સિહોર સર્વોત્તમ ડેરી દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
📅 Published: September 23, 2026 |
📂 Category: gujarati-news
