Bhavnagar News: પાનવાડી વિસ્તારમાં હત્યાના આરોપીની માતા અને ભાઈ એ સાક્ષીનું અપહરણ કર્યું

📅 Published: October 28, 2026 | 📂 Category: Crime

ભાવનગરના એસટી બસ સ્ટેન્ડમાં થોડા સમય પહેલાં થયેલી યુવતીની હત્યાના મુખ્ય સાક્ષી રવિ ઉર્ફે બાડો રાજેન્દ્રભાઈ ગોહેલનું હત્યાના મુખ્ય આરોપી ફૈઝલના ભાઈ અને તેની માતાએ અપહરણ કરી તેને ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેલમાં રહેલા ફૈઝલ દ્વારા ફોન પર કોર્ટમાં તેની વિરુદ્ધ જુબાની ન આપવા માટે સાક્ષીને ધમકી આપવામાં આવી હતી.દરમિયાન કોર્ટમાંથી નીકળેલું સમન્સ બજાવવા માટે પોલીસ રવિની શોધખોળ કરતી અપહરણ કરનાર માતા-પુત્રના ઘરે પહોંચીને પૂછપરછ કરતાં પોલીસના ડરથી રવિને મુક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે છૂટેલા મુખ્ય સાક્ષીએ નિલમબાગ પોલીસ મથકમાં માતા અને પુત્ર વિરુદ્ધ અપહરણ અને ધમકીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

રીક્ષામાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના વડવા જૂની એસબીઆઈ બેન્ક પાસે આવેલ કિશન ફ્લેટમાં રહેતા અને હાલ એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા રવિભાઈ ઉર્ફે ભાડો રાજુભાઈ સોલંકીએ નિલમબાગ પોલીસ મથકમાં દીડુ લાખાણી અને શહેનાઝબેન રફીકભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીએ ગત 3 સપ્ટેમ્બરના રોજ શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડમાં તેમની માનેલી બહેન કાજલબેનનું હત્યા કરી હોય અને જેની તેને કોર્ટમાં મુદત હોય જેથી તેઓ કોર્ટમાં હાજર ન રહે અને ફૈઝલ વિરુદ્ધમાં જુબાની ન આપે જેને લઈ 24 ઓક્ટોબરના રોજ તેઓ પાનવાડી વિસ્તારમાં નાસ્તો કરવા માટે ગયા હતા ત્યારે ફૈઝલ ઉર્ફે ખાટકીનો ભાઈ દીડુ લાખાણી રીક્ષા લઈને આવી તેને અપશબ્દો આપી બાડા તુ મારી રીક્ષામાં બેસી જા નહીતર ટાંટિયા ભાગી નાખીશ તેમ ધમકી આપી તેને રીક્ષામાં બેસાડી પ્રથમ આડોડીયાવાસમાં લઈ જઈ અને ત્યાંથી વરતેજ તેના ઘરે લઈ ગયા હતા.

અપહરણ કરી ત્રણ દિવસ તેને ઘરમાં ગોંધી રાખ્યા

તેમનું અપહરણ કરી ત્રણ દિવસ તેને ઘરમાં ગોંધી રાખી જ્યારે તેઓ જવાની વાત કરતા દીડુ અને ફૈઝલની માતા શહેનાઝબેને તેને તારે બુધવાર સુધી અહીં જ રહેવાનું છે અને તારે ફિરોઝ વિરુદ્ધ કોર્ટમાં કહી કહેવાનું નથી તેમજ તે અહીંથી જવાનું નામ લીધું કે જવાનો પ્રયત્ન કર્યો તો ટાંટિયા ભાંગી નાખીશું તેમ ધમકી આપી હતી. દરમ્યાન જેલમાંથી ફૈઝલે તેના માતાને ફોન કર્યો ત્યારે તેની માતા શહેનાઝબેને ફૈઝલ સાથે તેની વાત કરાવતા ફૈઝલે તારે મારા મમ્મી કહે તેમજ કરવાનું અને કોર્ટમાં પૂછે તો કાજલ પડી ગયેલ અને તેને લાગી વાગી ગયેલ તેમ કહેવાનું તને બધી વસ્તુ મળી જશે તેમ વાત કરતા તેઓ ડરી જતા હા પાડી હતી. ત્યારબાદ દીડુએ ફૈઝલની માતાને રવિ બાડાનું કોર્ટમાંથી સમન્સ નીકળેલ હોય અને પોલીસ તેને શોધે છે.જો પોલીસને આપણો બાડાનું અપહરણ કર્યું છે તેમ ખબર પડશે તો આપણા વિરુદ્ધ કેસ કરશે.તો આપણે બાડાને જવા દઈએ.તેમ કહી તેને ઘરેથી કાઢી મુક્યા હતા.

આ પણ વાંચોઃ Surat: અડાજણની મહિલાને 21 દિવસ કેદ રાખી 73 લાખ પડાવ્યા; ED અને સુપ્રીમ કોર્ટના નામે ડરાવી FD-સોનું લૂંટ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *