સમગ્ર વિશ્વમાં પોતાની અદભુત વીરતા અને સાહસની ગાથા ગુંજતી કરી દેનાર યુવાન કેપ્ટન સ્મિત મચ્છરના જેટલાં વખાણ કરીએ તેટલા ઓછા છે. ભારત દેશના આ સપૂતે પોતાની અદ્ભુત સૂઝબૂઝ અને બહાદુરીથી દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. આ જ વીરતાને બિરદાવતા પૂજ્ય મોરારિબાપુએ ભાવનગર ખાતે જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છરને ‘શ્રી હનુમંત કૃપા પ્રસાદ’ રૂપે 21 લાખ રૂપિયા અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
પળના વિલંબ વગર 180 મુસાફરોના બચાવ્યા પ્રાણ
ઘટના અંગે વાત કરતા મોરારિબાપુએ જણાવ્યું હતું કે, પળભરના પણ વિલંબ વગર અસાધારણ હિંમત દાખવીને જેણે કુલ 180 નિર્દોષ મુસાફરોના અમૂલ્ય જીવ બચાવ્યા છે, તેવા તેજસ્વી યુવાન કેપ્ટન સ્મિતને ધન્યવાદ આપવા ઘટે છે.

મોરારિબાપુએ કેપ્ટન સ્મિતના આ મહાન અને પ્રેરણાદાયી ‘હનુમંત કાર્ય’ ને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું અને તેમના સમગ્ર પરિવારજનોને પણ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી, PM પર વિવાદિત ટિપ્પણી મામલે…
