બોટાદ જિલ્લાના ગઢડાના કાળુભાર ડેમમાંથી ત્રીજા દિવસે મહિલા અને પુરુષના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વિગતો સામે આવી છે. 9 નવેમ્બરે બંનેએ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
9 નવેમ્બરે ડેમમાં ઝંપલાવ્યાની આશંકા
મળતી માહિતી મુજબ, કેરાળા ગામનાં પરિણીત શીતલબેન વિજયભાઈ શેખ અને રોહિત ભરતભાઈ સાથળિયાએ 9 નવેમ્બરે કાળુભાર ડેમમાં ઝંપલાવ્યું હોવાની આશંકા છે. રોહિતે આપઘાત કરતાં પહેલાં તેના ભાઈને ફોન કરીને જાણ કરી હોવાનું પણ સામે આવ્યું છે. બંનેનાં ચંપલ ડેમની બહારથી મળી આવ્યાં હતાં.
બે દિવસ સુધી શોધખોળ હાથ ધરાઈ
ઘટનાની જાણ થતાં બોટાદ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ડેમમાં બે દિવસ સુધી શોધખોળ કરવામાં આવી હતી. જોકે, ત્રીજા દિવસે બંનેના મૃતદેહ પાણીમાં તરતા મળી આવતાં પોલીસ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રેમસંબંધની પ્રાથમિક વિગતો સામે આવી
પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વિગતો સામે આવી છે. શીતલબેન પરિણીત હતાં અને બે સંતાનનાં માતા હતાં, જ્યારે રોહિત સાથળિયા અપરણીત હતા. બંને સાથે રહી શકે તેમ ન હોવાથી આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ
