BRICS Summit 2026 Delhi Live: UPI વિશ્વના 50% રીઅલ-ટાઇમ વ્યવહારોને આપે છે શક્તિ, PM મોદીનુ BRICSમાં સંબોધન

📅 Published: September 11, 2026 | 📂 Category: India National

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ છે. સમિટમાં વેપાર, ઉર્જા, સંરક્ષણ, કનેક્ટિવિટી અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓ મહત્ત્વના છે. ભારત મંડપમ ખાતે યોજાનારી આ મોટી ઘટના માટે દિલ્હીમાં કડક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પીએમ મોદીનું સંબોધન 

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યુ હતુ કે, ભારત આજે ગ્લોબલ સોલ્યુશનનું કેન્દ્ર બન્યું છે. ભારતે રિયલ ટાઇમ પેમેન્ટની ક્રાંતિ કરી છે. વિશ્વના ટ્રેડ બેરિયર સામે ભારત ટ્રેડ બ્રિજ ધરાવે છે. વધુમાં તેઓએ કહ્યુ હતુ કે, દરિયાઇ માર્ગ સુરક્ષિત તો જ વેપારનો વિકાસ થઇ શકશે. બિઝનેર બેરિયર હટાવવા આવશ્યક છે

 

પીએમ નરેન્દ્ર મોદીનુ ટ્વીટ  

બિશ્કેકમાં અમારી મુલાકાતના બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ પુતિનને મળીને આનંદ થયો. આજની બેઠક દરમિયાન, અમે ગાઢ વેપાર સંબંધો વિશે વાત કરી, જેમાં આર્થિક સહયોગ કાર્યક્રમ 2030 ના અમલીકરણનો સમાવેશ થાય છે. માળખાગત સુવિધાઓ, ઊર્જા, ટેકનોલોજી, સંરક્ષણ, સંસ્કૃતિ અને વધુ જેવા ક્ષેત્રોમાં સહયોગ. અમારા બ્રિક્સ પ્રમુખપદ દરમિયાન ભારતના પ્રયાસોનો હેતુ આપણા ગ્રહના કલ્યાણને આગળ વધારવાનો હતો.

BRICSના મંચ પરથી પુતિનનું સંબોધન 

વિશ્વમાં વિકાસ કરવા માટે નવા નવા એન્જિન બની રહ્યા છે. અને દુનિયા પરિવર્તનની દૌરમાંથી પસાર થઇ રહી છે. 40 ટકા વેપાર બ્રિક્સ દેશોમાંથી થઇ રહ્યા છે. 

ભારતના લોકોનો ખુબ ખુબ આભાર: પેઝેશ્કિયાન

ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ઉર્જા, ખાદ્ય સુરક્ષા મૌલિક અધિકાર છે. હાલના સમયમાં બ્રિક્સની ભૂમિકા મહત્વની છે. વિશ્વ આજે ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે. ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને ભારતના લોકોનો ખુબ ખુબ આભાર માન્યો હતો. 

પીએમ મોદીને રશિયા આવવા આમંત્રણ

પુતિને પીએમ મોદીને રશિયા આવવા માટે આમંત્રણ આપ્યુ છે. આ આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે. 

બ્રિક્સ નેતાઓ સાથે પીએમ મોદીનો ગ્રુપ ફોટો

પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ નેતાઓ, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષો અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો.

પીએમ મોદી અને પુતિન એક જ કારમાં ભારત મંડપમ જવા રવાના 

દ્વિપક્ષીય બેઠક બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક જ કારમાં ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા પ્રદર્શનમાં પહોંચ્યા હતા. જ્યાં ટૂંક સમયમાં બ્રિક્સ બિઝનેસ ફોરમના નેતાઓનું સત્ર યોજાશે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી બ્રિક્સ સમિટ માટે ભારત પહોંચ્યા. એરપોર્ટ પર તેમનું સ્વાગત સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે કર્યું.

પીએમ મોદીએ પુતિનને પુસ્તક ભેટમાં આપ્યું

પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તમિલ સંત તિરુવલ્લુવરના પુસ્તક “તિરુક્કુરલ”નો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો. પુતિનને પુસ્તક ભેટમાં આપતા, પીએમ મોદીએ પુસ્તક વિશે માહિતી આપી અને કહ્યું કે તે આપણા સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવશે. તિરુક્કુરલ તમિલ સાહિત્યની મહાન અને વિશ્વ-પ્રસિદ્ધ કૃતિઓમાંની એક છે. તેને “તમિલ વેદ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુસ્તકનો રશિયન સહિત ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.

પીએમ મોદીએ પુતિનનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ 

ભારત મંડપમમાં પીએમ મોદીએ પુતિનનું ઉષ્માભર્યુ સ્વાગત કરી પુતિનને પુસ્તક ભેટમાં આપ્યુ હતુ. અને આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને પુતિન ગળે મળ્યા હતા. 

નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા

નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમા બ્રિક્સ સમિટ 2026 માટે ભારત પહોંચ્યા.

યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. નવી દિલ્હીમાં આયોજિત મહત્વપૂર્ણ સમિટમાં વિશ્વભરના ઘણા નેતાઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન દિલ્હી પહોંચ્યા 

ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને યુએન ચીફ ગુટેરેસ દિલ્હી પહોંચ્યા છે. પીએમ મોદી અને પુતિન ટૂંક સમયમાં મુલાકાત કરશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સાત વર્ષ પછી ભારતની મુલાકાતે છે. શિખર સંમેલનમાં વેપાર, ઉર્જા, સંરક્ષણ, કનેક્ટિવિટી અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

BRICS 2026ના મંચ પર ભારત વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરે છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બ્રિક્સ સમિટ 2026 માટે મંચ તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું લોકશાહી ભારત વૈશ્વિક નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે. અમિત શાહે જણાવ્યું હતું કે બ્રિક્સ સમિટમાં પરસ્પર સંબંધોને મજબૂત કરવા, સહયોગને વેગ આપવા અને સહિયારી સમૃદ્ધિ વધારવા માટે ચર્ચા કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે, જેનાથી એક સારી દુનિયાનું નિર્માણ થશે. 

ભારતના BRICS અધ્યક્ષપદના કાર્યનો પ્રભાવ દેખાયોઃ BRICS અધિકારી

BRICS સમિટ 2026માં, બ્રિક્સ મહિલા વ્યાપાર જોડાણના ખાદ્ય સુરક્ષા અધ્યક્ષ, ઝાન્ડીલે નોઝિન્હલે ડેંગાએ ભારતના બ્રિક્સ અધ્યક્ષપદની પ્રશંસા કરી. તેમણે બ્રિક્સ અધ્યક્ષપદ દરમિયાન ભારતે ભજવેલી ભૂમિકા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને બેઠકોમાં ભાગ લેવા, અહેવાલો સાંભળવા અને ભારતના અધ્યક્ષપદ દરમિયાન કરવામાં આવેલા કાર્યની અસર જોવાનો લાહ્વો મળ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું

બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને લઈ જતું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે, જ્યાં તેઓ બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેશે.

ઇરાને પ્રસ્તાવમાં કહ્યુ, BRICS વધારે પોર્ટ-રેલ કનેક્ટિવિટી  

BRICS બિઝનેસ ફોરમમાં ઇરાનના BRICS બિઝનેસ કાઉન્સિલના ચેરમેન ડૉ.માજિદ ઘાસેમીએ સભ્ય દેશો વચ્ચે પરિવહન અને લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી વધારવા પર જોર આપ્યો છે. તેઓએ કહ્યુ હતુ કે, BRICS દેશને સંયુક્ત ટ્રાન્સપોર્ટ કોરિડોર, બંદરગાહ અને રેલવે કનેક્ટિવિટીમાં રોકાણ કરવુ જોઇએ. સાથે જ માલ્ટી મોડેલ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ વિકસિત કરવાની જરુર છે. ડૉ.માજિદ ઘાસેમીએ વધુમાં કહ્યુ હતુ કે, સભ્ય દેશો વચ્ચે ડિજિટલ કસ્ટમ્સ દસ્તાવેજ સહિત ઇલેક્ટ્રોનિક ટ્રાન્સપોર્ટ દસ્તાવેજને મંજૂરી આપવાની પણ વાત કહી હતી. 

 

શનિવારે 12.25 કલાકે દિલ્હી આવશે શી જીનપિંગ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12-13 સપ્ટેમ્બરે ભારતની મુલાકાત લેશે. ચીને ગુરુવારે આ અંગે જાહેરાત કરી હતી. શી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાત વર્ષમાં શી જિનપિંગની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

pm-modi-jin-ping

‘ટ્રેડિશન ટુ ટેબલ’ થીમ સાથે પ્રતિનિધિઓનું કરાશે સ્વાગત

દિલ્હીની સુપ્રસિદ્ધ તાજ મહેલ હોટેલ ‘ટ્રેડિશન ટુ ટેબલ’ થીમ સાથે BRICS પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. આ તાજના શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓનો સંગ્રહ છે, આ સંગ્રહમાં એવી વાનગીઓનો સમાવેશ થાય છે જેની સાથે શેફનો વ્યક્તિગત નાતો છે, કારણ કે તેઓ આ વાનગીઓ સાથે જ મોટા થયા છે. આ ખાદ્ય-સંકલ્પનામાં ભારતના છ પ્રદેશોની પરંપરાગત નમકીન વાનગીઓનો સમાવેશ થાય છે, જેમાં કાશ્મીરના મસાલેદાર અખરોટ, જૂની દિલ્હીના મેંદા અને કાજુમાંથી બનેલી વાનગી, મહારાષ્ટ્રની ‘ભાખરવડી’, રાજસ્થાનની નાની ‘કચોરી’, બંગાળની ‘કુચો નિમકી’ અને તમિલનાડુના ‘મુરુક્કુ’નો સમાવેશ થાય છે.

બિઝનેસ ફોરમમાં શું બોલ્યા વિદેશ મંત્રી ? 

બ્રિક્સ (BRICS) સમિટ અગાઉ બ્રિક્સ બિઝનેસ ફોરમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે આ વર્ષ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તે બ્રિક્સના સંસ્થાકીય સહયોગના 20 વર્ષની ઉજવણી કરે છે.

આજે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે- પિયુષ ગોયલ 

બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સંબોધન કરતા પિયુષ ગોયલે જણાવ્યું કે બ્રિક્સ દેશોમાં રોજગારના અવસર બનશે. બ્રિક્સ દેશ પોતાના પેમેન્ટ સિસ્ટમ લિંક કરે. આપણી વચ્ચે સમજૂતી જરૂરી. ટેરિફને કારણે આયાત મોંઘુ થઇ રહ્યુ છે. બ્રિક્સ દેશ એકબીજા માટે માર્કેટ ખોલે. 

BRICSમાં વિકાસની અપાર સંભાવનાઓ: રશિયન CEO

રશિયન કંપની GSBI લિમિટેડના સ્થાપક અને CEO એલેક્ઝાન્ડર કોકોવે BRICS સમિટના ભારત દ્વારા કરાયેલા આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે આ મંચનું ભવ્ય આયોજન કર્યું છે અને તમામ વ્યવસ્થાઓ ઉચ્ચ સ્તરની છે.

એલેક્ઝાન્ડર કોકોવે જણાવ્યું હતું કે BRICS દેશોની અર્થવ્યવસ્થાઓમાં વિકાસની પ્રચંડ સંભાવનાઓ રહેલી છે. કૃષિથી લઈને હાઈ-ટેક સુધીના વિવિધ ક્ષેત્રોમાં આર્થિક સહયોગ અને વિકાસ માટે નોંધપાત્ર તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં BRICS અર્થવ્યવસ્થાઓમાં ઝડપી આર્થિક વિકાસ માટે પણ સારી એવી અવકાશ રહેલો છે.

BRICS ભારત 2026નો logo

BRICS ભારત 2026નો લોગો -કમળના ફૂલની પાંખડીઓ BRICSના તમામ સભ્ય દેશોના જીવંત રંગોને પ્રદર્શિત કરે છે. ‘નમસ્તે’ની મુદ્રા ભારતની હૂંફ, આદર અને સુમેળભર્યા સહયોગની ભાવનાને વ્યક્ત કરે છે. આ ડિઝાઈન સહયોગ, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સુમેળ અંગેના BRICSના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી 

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે.

વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પર વિશ્વની નજર 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. BRICS સમિટમાં ભાગ લેવા ઉપરાંત, તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ સંરક્ષણ, ઊર્જા, વેપાર અને યુક્રેન યુદ્ધ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

putin-in-delhi

સકારાત્મક ચર્ચા અને વૈશ્વિક કલ્યાણ પર ભાર- PM Modi 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, “આગામી થોડા દિવસોમાં વિશ્વભરના નેતાઓ બ્રિક્સ સમિટ માટે એકત્રિત થશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક અને આર્થિક મુદ્દાઓ પર અત્યંત સકારાત્મક, ફળદાયી અને અર્થપૂર્ણ ચર્ચાઓ થશે.” પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને માનવજાતના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર, તકનીકી સહયોગ, ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક શાસન સુધારા જેવા મહત્ત્વના વિષયો પર મંથન થવાની પૂરી સંભાવના છે.

AIIBના પ્રમુખ જિન લિકુન દિલ્હી આવી પહોંચ્યા 

વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના પ્રમુખ જિન લિકુન સાથે મુલાકાત કરી, જેઓ નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

રંગબેરંગી પોસ્ટર અને બેનરોથી સજી રાજધાની 

રંગબેરંગી પોસ્ટરો અને બેનરોથી સુશોભિત દેશની રાજધાની દિલ્હી, 12-13 સપ્ટેમ્બરના રોજ ‘ભારત મંડપમ’ ખાતે 21 દેશોના નેતાઓની યજમાની કરવા માટે સજ્જ છે. 18મી બ્રિક્સ (BRICS) સમિટ માટે નવી દિલ્હીને આકર્ષક પોસ્ટરો, બેનરો અને વિશેષ રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ ભવ્ય વૈશ્વિક કાર્યક્રમની તૈયારીઓ અને તેના અનુસંધાને જોવા મળતા આકર્ષક દ્રશ્યો રાજધાનીના સાઉથ એવન્યુ અને તીન મૂર્તિ માર્ગ સહિતના અનેક મુખ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પ્રગતિ મેદાન સ્થિત ‘ભારત મંડપમ’ સંકુલમાં કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય આ ઉચ્ચ-સ્તરીય પરિષદ દરમિયાન, વિશ્વભરના ટોચના નેતાઓ પરસ્પર સહયોગ, આર્થિક ભાગીદારી અને વૈશ્વિક વ્યૂહરચનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરશે. 11 સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશોની સહભાગિતા સાથે, વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ વધુ પ્રભાવશાળી રીતે ઉભરી રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *