છેલ્લા કેટલાક દિવસોથી ‘રામ’ નામને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન OpenAIના CEO સેમ ઓલ્ટમેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામ બદલીને Sam Altmanના બદલે Ram Altman કરી દીધું છે. હવે આ નામને ‘રામ’ ઓલ્ટમેન તરીકે ઓળખવામાં આવશે કે પછી તેનો કોઈ બીજો અર્થ નીકળશે, તે તો સમય જ બતાવશે.
હાલમાં આ નામને કારણે સેમ ઓલ્ટમેન ચર્ચામાં છે. હકીકતમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું નામ બદલીને ‘Ram Altman’ રાખ્યું છે. જોકે, આ નામ તેમણે કમ્પ્યુટરની RAM અંગે આપેલા નિવેદન બાદ રાખ્યું છે.
<a href="
=” target=”_blank”>
=
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં સેમ ઓલ્ટમેન તાજેતરમાં ‘Cheeky Pint’ નામના પોડકાસ્ટમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કમ્પ્યુટરની RAM અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દુનિયામાં RAMની ઉપલબ્ધતા મર્યાદિત છે. આવી સ્થિતિમાં લોકોના અંગત કમ્પ્યુટરમાં મોટી માત્રામાં RAM હોવી, જેનો ઉપયોગ પણ ખૂબ ઓછા સમય માટે થાય છે, તે સંસાધનોનો યોગ્ય ઉપયોગ નથી.
ઓલ્ટમેનના મતે કમ્પ્યુટરની RAMનો ઉપયોગ ક્લાઉડ ડેટા સેન્ટરમાં વધુ સારી રીતે થઈ શકે છે. તેમનું કહેવું હતું કે જો લોકોના કમ્પ્યુટરમાં રહેલી RAMનો ઉપયોગ માત્ર આશરે 5 ટકા સમય માટે જ થતો હોય, તો દુનિયાનાં મર્યાદિત સંસાધનોનો આ રીતે ઉપયોગ કરવો યોગ્ય નથી.

યુઝર્સે નામ બદલવાની આપી હતી સલાહ
ઓલ્ટમેનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને નામ બદલવાની સલાહ આપી હતી, જેને તેમણે સ્વીકારી લીધી. તેમના નિવેદન બાદ લોકોએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ પોતાના પૈસાથી કમ્પ્યુટર ખરીદ્યું હોય, તો તેને પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં RAM લગાવવાનો પૂરો અધિકાર છે.
ઘણા લોકોએ એવું પણ કહ્યું કે મોટી ટેક કંપનીઓ AI માટે મોટા પ્રમાણમાં કમ્પ્યુટર ચિપ અને RAM ખરીદી રહી છે. તેના કારણે બજારમાં RAMની અછત સર્જાઈ રહી છે અને સામાન્ય લોકો માટે કમ્પ્યુટર ખરીદવું મોંઘું થઈ શકે છે. આવી સ્થિતિમાં અંગત કમ્પ્યુટરમાં વધુ RAM રાખવી બિનજરૂરી છે તેવું કહેવું લોકોને પસંદ આવ્યું નહોતું.
સેમ ઓલ્ટમેને પોતાના નિવેદન અંગે આપી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર નામ બદલ્યા બાદ ઓલ્ટમેને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કહ્યું કે તેમની વાતને ખોટી રીતે સમજવામાં આવી છે. તેઓ ઇચ્છે છે કે દુનિયામાં RAMનું ઉત્પાદન વધે, જેથી લોકો પોતાના કમ્પ્યુટરમાં જરૂરિયાત પ્રમાણે જેટલી ઇચ્છે તેટલી RAM લગાવી શકે.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ લાંબા સમયથી દુનિયામાં RAMનું ઉત્પાદન વધારવાની વાત કરી રહ્યા છે.
