Chhota Udepur: નસવાડીમાં રાષ્ટ્રીય પોષણ માસના પ્રારંભે પોષણ જાગૃતિ રેલી યોજાઇ

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

નસવાડી : રાષ્ટ્રીય પોષણ માસના શુભારંભ નિમિત્તે નસવાડી ICDS વિભાગ દ્વારા વિશાળ પોષણ જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણલક્ષી સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે જનજાગૃતિ ફેલાવાઇ હતી. તાલુકાના અંતરિયાળ વિસ્તારો સુધી યોગ્ય આહાર, માતા-બાળ આરોગ્ય અને એનિમીયા મુક્ત સમાજનો સંદેશ પહોંચાડવા માટે જાગૃતિ રેલી યોજાઇ હતી. સહી પોષણ, દેશ રોશનના નારા સાથે સૌએ પોષણ પ્રત્યે સજાગ રહેવાના અને અન્યોને જાગૃતકરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી વિનિતા એ. વળવી, મુખ્ય સેવિકા ચંદ્રિકા ભીલ, રમીલા ભીલ, હીના પટેલ, ઊર્મિલા વણકર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *