Chhotaudepur: નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, 5 સભ્યો ભાજપમાં જોડાતાં ચિત્ર સ્પષ્ટ

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

છોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખની વરણી માટે આગામી 22 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષમાં મોટું ગાબડું પાડીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઝાકીર દડી સહિત કુલ 5 સભ્યોએ ભાજપનો ભગવો ધારણ કરી લેતાં પાલિકાનું રાજકીય ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

પ્રમુખની વરણી પહેલાં ભાજપનો મોટો ધડાકો

ભાજપમાં જોડાયેલા સભ્યોમાં ‘ગુજરાત સર્વ સમાજ પાર્ટી’ના 4 સભ્યો અને ‘બહુજન સમાજ પાર્ટી’ (BSP) ના 1 સભ્યનો સમાવેશ થાય છે. પ્રમુખની બિનહરીફ કે મજબૂત વરણી પહેલાં જ વિપક્ષી ખેમામાંથી 5 સભ્યો ભાજપમાં ભળી જતાં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ હવે સૌથી મજબૂત અને સ્પષ્ટ બહુમતીથી પણ વધુ થઈ ગયું છે. છોટાઉદેપુર ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન આ તમામ સભ્યોને ભાજપના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

વિપક્ષી ખેમામાંથી 5 સભ્યો ભાજપમાં ભળી ગયા

સાંસદ જશુભાઈ રાઠવા, સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, ભાજપના પ્રભારી હિંમત પડસાળા તેમજ શહેર ભાજપ પ્રમુખ હિતાંશુ દરજીએ તમામ નગરસેવકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ રાજકીય ઘટનાક્રમ બાદ છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 22 સપ્ટેમ્બરના રોજ યોજાનારી પ્રમુખની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા બની રહેશે અને ભાજપ પોતાના પ્રમુખને સરળતાથી ગાદી પર બેસાડશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો:  21 September Top News: રાષ્ટ્રપતિ મુર્મુનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ, એકતા નગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *