CIBIL સ્કોર બચાવવો છે?, બિલ ભરવામાં આ 5 ભૂલો ક્યારેય ન કરતા

📅 Published: September 6, 2026 | 📂 Category: Business

CIBIL Score Tips: ઘણીવાર લોકો ક્રેડિટ કાર્ડનું બિલ કે લોનની EMI ચૂકવતી વખતે ₹500 કે ₹1,000 જેવી નાની રકમને નજરઅંદાજ કરી દે છે. ઘણા લોકો એવું વિચારે છે કે આટલી નાની રકમથી તેમની આર્થિક સ્થિતિ પર શું અસર પડશે? પરંતુ જ્યારે વાત ક્રેડિટ હેલ્થની આવે છે, ત્યારે નિયમ અલગ હોય છે. જો તમે પણ નાની બાકી રકમને હળવાશથી લઈ રહ્યા છો, તો તમારી નાની બેદરકારી ભવિષ્યમાં તમારી નાણાકીય સ્થિતિ પર મોટી અસર કરી શકે છે.

રકમ નહીં, પરંતુ ચુકવણીમાં થયેલો વિલંબ મહત્વનો

ક્રેડિટ સ્કોરની વાત કરીએ તો બાકી રહેલી રકમ કેટલી છે તેના કરતાં પેમેન્ટ કેટલા દિવસથી બાકી છે તે વધુ મહત્વનું છે. જો તમે વારંવાર પેમેન્ટ કરવામાં મોડું કરો છો, તો તેની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડી શકે છે. તમારી રિપેમેન્ટ હિસ્ટ્રી પરથી નક્કી થાય છે કે તમે સમયસર પૈસા ચૂકવો છો કે નહીં. તેમાં વારંવાર વિલંબ થાય તો તમારી ક્રેડિટ વિશ્વસનીયતા ઘટી શકે છે.

ભારતમાં મુખ્ય ચાર ક્રેડિટ બ્યુરો

ભારતમાં મુખ્ય ચાર ક્રેડિટ બ્યુરો કામ કરે છે—ટ્રાન્સયુનિયન CIBIL, Experian, Equifax અને CRIF High Mark. આ સંસ્થાઓ 300થી 900ની વચ્ચે ક્રેડિટ સ્કોર નક્કી કરે છે. Fibeના MD અને Group CEO અક્ષય મહેરોત્રા જણાવે છે કે એક વખત પેમેન્ટમાં થયેલો વિલંબ તરત જ ક્રેડિટ સ્કોરને નુકસાન કરે એવું જરૂરી નથી, જો તેને રિપોર્ટિંગ સાયકલની અંદર સુધારી લેવામાં આવે. પરંતુ હવે ઘણા લેન્ડર્સ દર અઠવાડિયે ક્રેડિટ માહિતી અપડેટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ પેમેન્ટ બાકી હોય તો તેની માહિતી ઝડપથી સિસ્ટમમાં દેખાઈ શકે છે. AI ટૂલ્સની મદદથી લેન્ડર્સ હવે ગ્રાહકોની નાની-નાની નાણાકીય ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યા છે

બિલ બાઉન્સ કે પેમેન્ટ મોડું થયા પછી આ 5 કામ કરો

  1. સૌથી પહેલું કામ એ છે કે બાકી રહેલું બિલ કોઈપણ વિલંબ કર્યા વગર તરત ચૂકવી દો. તેને બીજા દિવસ માટે ટાળશો નહીં.
  2. બિલ ભર્યા પછી લેટ ફી કે પેનલ્ટી લાગી છે કે નહીં તે ચોક્કસ તપાસો. જો કોઈ વધારાનો ચાર્જ લાગ્યો હોય તો તેને પણ સમયસર ચૂકવી દો.
  3. પેમેન્ટ કર્યા બાદ લેન્ડરના રેકોર્ડમાં ચેક કરો કે તમારું એકાઉન્ટ અપ-ટૂ-ડેટ થયું છે કે નહીં. જરૂર પડે તો લેન્ડર પાસેથી તેની પુષ્ટિ પણ મેળવો.
  4. તમારી ક્રેડિટ રિપોર્ટ સમયાંતરે તપાસતા રહો. તેમાં કોઈ ખોટી એન્ટ્રી, બાકી પેમેન્ટ કે અન્ય ભૂલ દેખાય તો તેને સુધારવા માટે સંબંધિત સંસ્થાનો સંપર્ક કરો.
  5. ભવિષ્યમાં આવી ભૂલથી બચવા માટે ક્રેડિટ કાર્ડ બિલ અથવા EMI માટે ઓટો-પે ચાલુ રાખી શકો છો. આ ઉપરાંત મોબાઇલ કેલેન્ડરમાં પેમેન્ટની તારીખનું રિમાઇન્ડર પણ સેટ કરી શકો છો.

આ પણ વાંચો: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *