'CJPના નેતાઓ પણ કોઇ સંત નથી..' Sonam Wanchukએ Abhijeet Dipke માટે આ શું કહી દીધું?

📅 Published: August 31, 2026 | 📂 Category: India National

દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શન, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને CJP નેતાઓ વિશે સોનમ વાંગચુકે એક પોડકાસ્ટ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલીને વાતો કરી હતી. ખાસ કરીને CJP નેતાઓ અને અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાણકા જેવા નેતાઓની રાજકીય મહત્વાકાંક્ષા તરફ ઇશારો કરીને સોમને કહ્યું હતું કે ‘Cockroach Janta Party’ ના સ્થાપકોની રાજકીય મહત્વાકાંક્ષાઓ છે. દિલ્હી ખાતે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને આ વાતનો અહેસાસ થયો હતો. જોકે, વાંગચુકે એમ પણ કહ્યું કે જો તેઓ બિનરાજકીય રીતે પોતાની ઓળખ જાળવી રાખતા હોય તો રાજકીય મહત્વાકાંક્ષા રાખવામાં કંઈ ખોટું પણ નથી અને તેઓ ઈચ્છે છે કે વધુને વધુ યુવાનો રાજકીય પક્ષો સાથે જોડાય અથવા પોતાના રાજકીય પક્ષો બનાવે.

સોનમ વાંગચુકે કહ્યું હતું કે “(દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો દરમ્યાન)દીપકે અને અન્ય લોકોએ મારી સામે કોઈ યોજના રજૂ કરી ન હતી અને પક્ષ પ્રત્યેનો મારો અભિપ્રાય મારા પોતાના આકલન પર આધારિત હતો. તેમણે કહ્યું કે રાજકીય મહત્વાકાંક્ષા ખૂબ સામાન્ય બાબત છે. મને તેમના અગાઉના રાજકીય સંબંધોથી કોઈ ફરક પડતો નથી. વર્તમાન અને ભવિષ્યની રાજકીય મહત્વાકાંક્ષાઓ હોવી એ કોઈ સમસ્યા નથી. આયોજકોની વ્યક્તિગત અથવા રાજકીય મહત્વાકાંક્ષાની શક્યતા અંગે સોનમ વાંગચુકે કહ્યું કે તેઓ (CJP) એવા સંત નથી જે કંઈ જ ઈચ્છતા ન હોય અને આ બધું સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભાવથી કરી રહ્યા હોય. નેતૃત્વ માટે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન કરતાં સોનમ વાંગચુકે CJP નેતાઓને સારા ઈરાદા ધરાવતા, સારા કૌશલ્યવાળા અને સામાન્ય લોકો કરતાં વધુ સક્ષમ ગણાવ્યા.

‘ઈરાદા સારા, પરંતુ અનુભવની ઉણપ’

સોનમ વાંગચુકે કહ્યું કે સારા ઈરાદા હોય પરંતુ કાબેલિયત ન હોય તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જ્યારે ખૂબ કાબેલિયત હોય પરંતુ ઈરાદા ખરાબ હોય તો તેનાથી ઘણો મોટો ખતરો ઊભો થઈ શકે છે. ઇન્ટરવ્યુ લેનારે તેમને એ પણ સવાલ કર્યો હતો કે શું આગળ જતાં આ નેતાઓ ભ્રષ્ટ થઈ શકે છે, ત્યારે સોનમ વાંગચુકે જવાબમાં કહ્યું હતું કે તેમને આવા કોઈ સંકેત દેખાયા નથી. તેમણે કહ્યું કે લોકોમાં સમય સાથે બદલાવ આવે છે અને મને આશા છે કે તેઓ બદલાશે નહીં.

સોનમ વાંગચુકે આપી સલાહ

વાંગચુકે કહ્યું કે તેઓ આગળ જઈને કોઈ વર્તમાન રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે અથવા નવો પક્ષ બનાવી શકે છે, પરંતુ તેમણે CJP પ્લેટફોર્મનો ઉપયોગ પોતાના રાજકીય હેતુ માટે ન કરવો જોઈએ. તેમણે (અભિજીતને) આ પ્લેટફોર્મને તટસ્થ અને બિનરાજકીય દબાણ જૂથ તરીકે જાળવી રાખવાની સલાહ આપી છે. આનાથી એવા સમર્થકોનો વિશ્વાસ જાળવી રાખવામાં મદદ મળશે, જેઓ તેને BJP, કોંગ્રેસ અથવા AAP સાથે જોડાયેલી સંસ્થા નહીં પરંતુ એક સ્ટુડન્ટ મૂવમેન્ટ તરીકે જુએ છે.

સોનમ વાંગચુકે વ્યક્ત કરી ખુશી

સોનમ વાંગચુકે સ્વીકાર્યું કે પોતાના માપદંડોને કારણે તેઓ કેટલીક વખત જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિઓ પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તેમનામાં કોઈ રાજકીય મહત્વાકાંક્ષા ન હોય. તેમણે કહ્યું કે આ અપેક્ષા વાસ્તવિક ન પણ હોઈ શકે, કારણ કે તેમને પણ રાજકીય કારકિર્દી બનાવવાનો અધિકાર છે. શિક્ષણ સાથે જોડાયેલા કોઈ મુદ્દા માટે અવાજ ઉઠાવીને આવી કારકિર્દીની શરૂઆત કરવી સકારાત્મક બાબત બની શકે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ આંદોલનમાં ભાગ લેવાથી તેઓ વધુ પરિપક્વ અને જમીન સાથે જોડાયેલા રાજકારણી તરીકે ઉભરી શકે. જાહેર મુદ્દાઓ ઉઠાવવા બદલ વાંગચુકે કહ્યું કે હું આ વાતથી ખૂબ ખુશ છું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *