રાજપીપળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો શુભારંભ કર્યો. આ પર્વ 17 ઓક્ટોબર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી ચાલશે. 7.6 કિલોમીટર વિસ્તારમાં થીમ આધારિત લાઈટિંગમાં ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝાંખી જોવા મળશે. આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેની તૈયારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમો, વ્યવસ્થા અને પરેડ સ્થળનું નિરીક્ષણ કરી સૂચનો આપ્યાં. આ મુલાકાત દરમિયાન નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, એડી. જી. પી પીયુષ પટેલ, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, ગૃહ સચિવ હર્ષિત ગોસાવી, માર્ગ અને મકાનના સચિવ પી. આર. પટેલિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા, જિલ્લા કલેકટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
CMના હસ્તે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો શુભારંભ:15 જાન્યુઆરી 2027 સુધી ચાલશે, મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ અને પરેડ સ્થળનું નિરીક્ષણ કર્યું
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
