Cockroach Janata Partyને કેટલા લોકો આપશે વોટ? 'મૂડ ઑફ ધ નેશન' સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો

📅 Published: August 28, 2026 | 📂 Category: India National

NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર-મંતર પર ‘જેન ઝી’ના વિરોધ-પ્રદર્શનથી ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટીએ ભલે નામના મેળવી હોય, પરંતુ તાજેતરના ‘મૂડ ઑફ ધ નેશન’ સર્વેમાં જણાવાયું છે કે જો તે આજે કોઈ રાજકીય પાર્ટી બનાવે, તો તેને વોટમાં ફેરવવાનું ખૂબ જ મુશ્કેલ કામ રહેશે. સર્વે અનુસાર, 43% લોકોએ કહ્યું કે જો કોકરોચ જનતા પાર્ટી રાજકીય પાર્ટી બનાવે છે તો તેઓ તેને વોટ નહીં આપે. જ્યારે 33% લોકોએ કહ્યું કે તેઓ તેને વોટ આપશે. બીજી તરફ, 24% લોકો આ બાબતે ચોક્કસ કંઈ કહી શક્યા નહીં કે તેઓ પાર્ટીને સમર્થન કરશે કે નહીં.

કેવી રીતે ચર્ચામાં આવી કોકરોચ જનતા પાર્ટી?

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના એક નિવેદનના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ નામથી એક ઓનલાઈન એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જોતજોતામાં તેના ફોલોઅર્સમાં ભારે વધારો થયો. ત્યારબાદ આ જ સંગઠને જંતર-મંતર પર NEET પેપર લીકને લઈને આંદોલન શરૂ કર્યું. તેના કારણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું.

 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં માર્ચ કાઢવાની જાહેરાત

જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટી હવે પોતાના ‘સ્કૂલ ઠીક કરો’ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહી છે. તેનો હેતુ દેશભરની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવાનો છે. બીજી તરફ, CJPએ બુધવારે 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં માર્ચ કાઢવાની પોતાની યોજના ફરીથી જણાવી અને કહ્યું કે 25 જુલાઈએ પોતાનું વિરોધ પ્રદર્શન રદ કરવા માટે મજબૂર કરનારી ચાર માંગણીઓમાંથી ત્રણ હજુ પણ પેન્ડિંગ છે.

ચાર માંગણીઓમાંથી ત્રણ હજુ પણ પેન્ડિંગ 

એક્સ પર કરેલી એક પોસ્ટમાં પાર્ટીએ કહ્યું કે, તમામ ચાર માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન મળ્યા બાદ તેણે એક મહિના પહેલાં વિરોધ પ્રદર્શન પાછું ખેંચ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પેન્ડિંગ માંગણીઓમાં વિદ્યાર્થીઓના પરિવારો માટે વળતર, FIR પાછી ખેંચવી અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવી તથા RAF અને દિલ્હી પોલીસ તરફથી માફી માંગવી એમ ચાર માંગણીઓ હતી.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *