Cooking Oil Price Hike: દિવાળી પહેલા મોંઘવારીનો ઝટકો ! ખાવાનું તેલ 7થી 8 ટકા થઇ શકે મોંઘુ

📅 Published: September 22, 2026 | 📂 Category: India National

Cooking Oil Price Hike: શ્રાવણ મહિનો આવે એટલે સમજો કે તહેવારની જ શરૂઆત.. ત્યારબાદ ગણેશોત્સવ, નવરાત્રિ,  દશેરા, છઠ પૂજા અને દિવાળી જેવા અનેક મુખ્ય તહેવારો નજીક આવી રહ્યા છે. લોકો તહેવારોની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે વધતી જતી મોંઘવારી સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ડુંગળી, ખાંડ અને લીંબુ બાદ હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે રસોઈના તેલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.

લો બોલો, હવે તેલના ભાવ પણ વધશે ? 

ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતોના લગભગ 58% હિસ્સો આયાત કરે છે, જેનો અર્થ છે કે વૈશ્વિક બજારમાં થતી વધઘટની સીધી અસર સ્થાનિક ભાવ પર પડે છે. જો આગામી તહેવારોની સીઝન પહેલાં ભાવ વધે છે, તો માર્ચ મહિના પછી ખાદ્ય તેલના ભાવમાં આ ત્રીજો વધારો હશે.

ભાવમાં 18-20% સુધીનો વધારો થઈ શકે છે!

જો આગામી તહેવારોની સિઝન પહેલાં ભાવ વધે છે, તો માર્ચ મહિના પછી ખાદ્ય તેલના ભાવમાં આ ત્રીજો વધારો હશે. કંપનીઓ માર્ચથી શરૂ કરીને બે તબક્કામાં ભાવમાં 5-6%નો વધારો કરી ચૂકી છે. પરિણામે, માર્ચ અને જૂન વચ્ચે એકંદરે ભાવમાં 10-12%નો વધારો થયો હતો. હવે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને કાચા માલના પુરવઠામાં અછતને કારણે, ભાવમાં વધુ 7-8%ના વધારાની શક્યતા છે. જો આમ થશે, તો માર્ચથી ખાદ્ય તેલના ભાવમાં કુલ વધારો લગભગ 18-20% સુધી પહોંચી જશે.

ભાવ કેમ વધારવામાં આવશે?

ભાવ પરનું આ નવું દબાણ ક્રૂડ (કાચા) ખાદ્ય તેલની ઊંચી આયાત કિંમતોને કારણે ઊભું થયું છે. ‘સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (SEA)ના ડેટા દર્શાવે છે કે 18 સપ્ટેમ્બરના રોજ મુંબઈ બંદરો પર ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવ અનુક્રમે $1,265, $1,314 અને $1,380 પ્રતિ ટન સુધી પહોંચ્યા હતા. પામ અને સોયાબીન તેલની કિંમત અગાઉના વર્ષની સરખામણીમાં 11% વધુ હતી, જ્યારે સૂર્યમુખી તેલની કિંમતમાં 7%નો વધારો જોવા મળ્યો હતો.

રિફાઇનર્સ અને પ્રોસેસર્સ પર બોજ વધ્યો

રૂપિયાના અવમૂલ્યન (નબળા પડવા)ની સાથે પરિવહન ખર્ચ અને વીમા પ્રીમિયમમાં વધારાને કારણે વૈશ્વિક સ્તરે વનસ્પતિ તેલના ભાવ વધ્યા છે, જેનાથી રિફાઇનર્સ અને પ્રોસેસર્સ પર બોજ વધ્યો છે. એમામી ગ્રુપના ડિરેક્ટર આદિત્ય અગ્રવાલે કહ્યું, “ક્રૂડ ખાદ્ય તેલની ‘લેન્ડેડ કોસ્ટ’ (આયાત ખર્ચ સહિતની પડતર કિંમત)માં લગભગ 8% થી 11%નો વધારો થયો છે. કંપનીઓ પાસે આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. આ ગ્રુપ ‘એમામી એગ્રોટેક’ની માલિકી ધરાવે છે, જે ‘હેલ્ધી એન્ડ ટેસ્ટી’ (Healthy & Tasty) અને ‘બેસ્ટ ચોઈસ’ (Best Choice) જેવી ખાદ્ય તેલની બ્રાન્ડ્સનું માર્કેટિંગ કરે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *