Cricket : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શમીને ફરી તક નહીં, 2 કેપ્ટન જાહેર કરાયા

📅 Published: October 16, 2026 | 📂 Category: cricket

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની વનડે તેમજ ટેસ્ટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ટી20 શ્રેણી પૂર્ણ થયા પછી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ત્રણ વનડેમાં શુભમન ગિલ કેપ્ટન રહેશે અને શ્રેયસ અય્યર ઉપકેપ્ટન બનશે, જ્યારે છેલ્લી બે વનડેમાં શ્રેયસ અય્યર કપ્તાની કરશે.

પ્રથમ ત્રણ વનડેમાં શુભમન ગિલ કેપ્ટન

વનડે શ્રેણીની શરૂઆતની ત્રણ મેચોમાં શુભમન ગિલ ટીમની કમાન સંભાળશે, જેમાં શ્રેયસ અય્યર ઉપકપ્તાન તરીકે ફરજ બજાવશે. અંતિમ બે વનડે મેચ માટે નેતૃત્વમાં ફેરફાર કરીને શ્રેયસ અય્યરને સુકાનીપદ સોંપાયું છે, જ્યારે ઈશાન કિશનને ઉપકપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. 

પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે

આ બંને દેશો વચ્ચે ટી20 ઇન્ટરનેશનલ સીરિઝ પૂર્ણ થયા બાદ પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસમાં અલગ-અલગ તબક્કે સુકાનીપદની મહત્વપૂર્ણ જવાબદારી વહેંચવામાં આવી છે. આ પ્રવાસ માટે સિનિયર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને આ વખતે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કેએલ રાહુલ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ પ્રથમ ત્રણ વનડેની ટીમનો મુખ્ય ભાગ છે.

ત્રણ વનડે માટેની ભારતીય ટીમ

પ્રથમ ત્રણ વનડે માટેની ભારતીય ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે.

છેલ્લી બે વનડે મેચો માટેની ભારતીય ટીમ

જ્યારે છેલ્લી બે વનડે મેચો માટેની ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને ઉપકેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, ઔકીબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવને પસંદ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો  :   Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

                                               


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *