Cricket : વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 2 સ્ટાર ખેલાડીઓ બાકાત

📅 Published: September 16, 2026 | 📂 Category: cricket

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ODI અને T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ODI ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે T20 ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ODI ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને ફરી તક મળી નથી.

પંતને ફરી તક નહીં

ODI ટીમમાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલને પસંદ કરવામાં આવ્યા છે. આ કારણે ઋષભ પંતને ફરી એકવાર ટીમની બહાર રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની પણ વાપસી થઈ નથી. તેમની ફિટનેસ અંગે હજુ ચર્ચા ચાલુ છે.

નમન ધીર અને આકિબ નબીનો પ્રથમ સમાવેશ

પંજાબના ઓલરાઉન્ડર નમન ધીર અને જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીને પ્રથમવાર ભારતીય ODI ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રેયસ અય્યર અને જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સમાં વ્યસ્ત હોવાથી ODI ટીમમાં સામેલ નથી. તેમની ગેરહાજરીમાં કેએલ રાહુલને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

27 સપ્ટેમ્બરથી ODI સિરીઝ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ODI મેચ રમાશે. સિરીઝની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે અને ત્યારબાદ 30 સપ્ટેમ્બર તથા 3 ઓક્ટોબરે મેચ યોજાશે. 6 ઓક્ટોબરથી 5 મેચની T20 સિરીઝ શરૂ થશે.

ભારતની ODI ટીમ

શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (ઉપકપ્તાન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસવાલ અને નમન ધીર.

ભારતની T20I ટીમ

શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન, તિલક વર્મા (ઉપકપ્તાન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.  

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *