Crime : દુષ્કર્મના આરોપીએ કોન્સ્ટેબલને બચકું ભર્યું, તપાસમાં આરોપી એચઆઇવી પોઝિટિવ નીકળતાં ખળભળાટ

📅 Published: October 17, 2026 | 📂 Category: Crime

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બક્સવાહા વિસ્તારમાં દુષ્કર્મ કેસના એક કાયમી વોરંટી આરોપીને પકડવા ગયેલી ટીમ પર અચાનક હુમલો થયો હતો. ધરપકડથી બચવા આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના હાથ પર બચકું ભર્યું હતું. ઘટના બાદ આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાવતાં તે એચઆઇવી પોઝિટિવ નીકળ્યો હતો, જેના પગલે પોલીસ તંત્ર અને આરોગ્ય કર્મચારીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

પોલીસ બાતમીના આધારે આરોપીને પકડવા પહોંચી

પોલીસ અનુસાર, બક્સવાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો કાયમી વોરંટી આરોપી છુપાયો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમ તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 

પોલીસ કોન્સ્ટેબલને બચકું ભર્યું

પોલીસે તેને પકડવાની કોશિશ કરતાં તેણે પ્રતિકાર કર્યો અને પોલીસ કોન્સ્ટેબલના હાથ પર દાંત વડે બચકું ભરી લીધું હતું. આ હુમલાથી આરક્ષકના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જોકે, અન્ય પોલીસકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને સ્થળ પર જ કાબૂમાં લઈ ઝડપી પાડ્યો હતો.

ટેસ્ટ કરાવાતા એચઆઇવી પોઝિટિવ આવ્યો 

ઘટના બાદ ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. તબીબોની સલાહ પર આરોપીનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવતાં તે એચઆઇવી પોઝિટિવ નીકળ્યો હતો, જેથી પોલીસ તેમજ તબીબી સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. 

કોન્સ્ટેબલની સારવાર શરુ કરાઇ 

જરૂરી તકેદારી રાખી ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને વધુ તપાસ અને સારવાર માટે સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કોલેજમાં મોકલાયા છે. હાલમાં કોન્સ્ટેબલની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું જણાવાયું છે.

આરોપીની સઘન પૂછપરછ 

પોલીસે જણાવ્યું કે કોન્સ્ટેબલને બચકું ભર્યા બાદ તુરંત સારવાર અપાઈ હતી અને આરોપીમાં એચઆઇવી સંક્રમણની પુષ્ટિ થતાં નિયમ મુજબ તબીબી પ્રક્રિયાઓ અનુસરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું કે, પોલીસ જ્યારે ગુનેગારોને પકડવા જાય છે ત્યારે કેટલાક લોકો તેમને બચાવવાનો પ્રયાસ કરે છે. આવા કેસોમાં કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ આગળ વધારી રહી છે.  

આ પણ વાંચો  :   Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu

                                


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *