Crime : બે સગા ભાઈઓએ પોતાની પત્નીઓની હત્યા કરી મૃતદેહોને જંગલમાં દફનાવી દીધા, તપાસમાં સ્ફોટક ખુલાસો

📅 Published: November 26, 2026 | 📂 Category: Crime

ઝારખંડના ગુમલા જિલ્લામાં પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ભયાનક અંત આવ્યો છે. બે સગા ભાઈઓએ પોતાની-પોતાની પત્નીની હત્યા કર્યા બાદ બંનેના મૃતદેહ એમ્બ્યુલન્સમાં સિમડેગા જિલ્લાના વીરુ જંગલમાં લઈ જઈ દફનાવી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે. હત્યા બાદ આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પત્નીઓ ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી.

પત્નીઓ ગુમ થયાની નોંધાવી ફરિયાદ

આરોપી ભાઈઓ શિવશંકર સાહુ અને નવીન સાહુએ પોતાના સગીર બાળકો સાથે ગુમલા પોલીસ સ્ટેશન પહોંચીને પત્નીઓ રહસ્યમય રીતે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, મામલો શંકાસ્પદ લાગતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસની શંકા બંને પતિઓ પર ગઈ હતી અને તેમને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછમાં હત્યાની કબૂલાતનો દાવો

પ્રારંભિક પૂછપરછમાં બંને ભાઈઓ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. જોકે, પોલીસે કડક પૂછપરછ કરતાં બંનેએ પત્નીઓની હત્યા કરી હોવાનું કબૂલ્યું હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી વૈવાહિક વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે અગાઉ અનેક વખત સમાધાન પણ થયું હતું, પરંતુ વિવાદનો અંત આવ્યો નહોતો.સોમવારે પણ પત્નીઓ સાથે ઝઘડો થયા બાદ બંને ભાઈઓએ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ જઈ જંગલમાં દફનાવ્યા

આરોપીઓએ પત્નીઓની હત્યા કર્યા બાદ બંનેના મૃતદેહ એમ્બ્યુલન્સમાં મૂક્યા હતા. ત્યારબાદ ગુમલાથી સિમડેગા જિલ્લાના વીરુ જંગલમાં લઈ જઈ ખાડો ખોદીને દફનાવી દીધા હતા. મંગળવારે સવારે બંને ભાઈઓએ પોલીસ સમક્ષ પત્નીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓની નિશાની પરથી મૃતદેહો મળ્યા

ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આરોપીઓની નિશાનીના આધારે બંને મહિલાઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સિમડેગામાં જ બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. મૃતદેહો લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલી એમ્બ્યુલન્સ પણ પોલીસે જપ્ત કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો :   26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *