અમેરિકાના શિકાગોમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. 31 વર્ષીય આ વ્યક્તિએ તેની પત્નીની હત્યા ત્યારે કરી જ્યારે તેણે ફરીથી સાથે રહેવાનો અને સંબંધ સુધારવાનો ઇનકાર કરી દીધો. પત્નીએ તેની પાસે પાછા ફરવાની ના પાડી દીધી હતી કારણ કે તેણે તેના એક પૂર્વ સહકર્મી સાથે રિલેશનશિપમાં હતી. આરોપીની ઓળખ અંકુલ પટેલ તરીકે થઈ છે. ત્રણ મહિના પહેલાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે તેઓ અલગ થઈ ગયા હતા; તેમને એક પુત્રી પણ છે. આ વિવાદ બાદ મે મહિનામાં પત્ની વિસ્કોન્સિનમાં આવેલું તેમનું ઘર છોડીને જતી રહી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, પરિવારના સભ્યોના દબાણને કારણે પત્ની થોડા સમય માટે તેના પતિ સાથે રહેવા પાછી આવી હતી, પરંતુ તે જલ્દી જ ફરીથી ત્યાંથી જતી રહી. ત્યારબાદ તેણે અન્ય એક પુરુષ સાથે રિલેશનમાં હતી અને લુઇસિયાના જતી રહી, જ્યારે તેમની પુત્રીને તેના પતિની દેખરેખ હેઠળ છોડી દીધી.
હત્યા પહેલાં પુત્રીને ભારત મોકલી દેવાઈ હતી
મળતી માહિતી અનુસાર, જ્યારે દંપતી અલગ રહેતા હતા, ત્યારે પતિ પત્નીના નવા સાથીને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. તેણે પત્નીને તેમની પુત્રી સાથે વાત કરતા પણ રોકી હતી, જેના કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાના લગભગ બે અઠવાડિયા પહેલાં, પતિ શિકાગોમાં તેના સંબંધીઓ પાસે રહેવા જતો રહ્યો અને પત્નીને જાણ કર્યા વિના તેમની પુત્રીને ભારતમાં તેના માતા-પિતા પાસે મોકલી દીધી.
પુત્રીને બતાવવાના બહાને પત્નીને મુલાકાત માટે બોલાવી
ત્યારબાદ પતિએ તેની પત્નીને શિકાગો બોલાવી અને કહ્યું કે તે તેમની પુત્રીને મળી શકે છે. જ્યારે પત્નીને ખબર પણ નહોતી કે બાળકીને તો પહેલેથી જ ભારત મોકલી દેવામાં આવી છે. મહિલા તેના નવા સાથી સાથે શિકાગો પહોંચી; તેનો સાથી બિલ્ડિંગની બહાર જ રહ્યો, જ્યારે પત્ની તેના પતિના એપાર્ટમેન્ટમાં ગઈ. ત્યાં પહોંચ્યા પછી, તેને એ જાણીને મોટો આઘાત લાગ્યો કે તેની પુત્રી ત્યાં નથી. તેના બદલે, પતિએ તેમની વચ્ચેના સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પત્નીએ આનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે તે તેના નવા સાથી સાથે જ રહેવા માંગે છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા પતિએ તેની પત્નીના ગળા પર છરી વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી.
આ પણ વાંચો: Crime News: કોટાના ALLEN કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ જંગ, બેગમાંથી કાઢી બંદુક અને પછી…
