Crime News : મુંબઈ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ, જૂતાના સોલમાં છુપાવેલી રૂ. 37 લાખની સોનાની પેસ્ટ ઝડપાઈ…

📅 Published: October 8, 2026 | 📂 Category: Crime

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના જવાનોની સતર્કતાના કારણે સોનાની તસ્કરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. શારજાહથી આવેલા અને આંતરરાષ્ટ્રીય-થી-ડોમેસ્ટિક ટ્રાન્સફર ફ્લાઇટ પકડવા જઈ રહેલા એક મુસાફરની શંકાસ્પદ હલચલ પર CISF ના જવાનોને શંકા ગઈ હતી. જેના આધારે મુસાફરને અટકાવીને તેની સઘન તલાશી લેવામાં આવી હતી.

જૂતાના સોલની અંદર છુપાવી હતી સોનાની પેસ્ટ

મુસાફરની પ્રાથમિક ફ્રિસ્કિંગ (શારીરિક તપાસ) અને ત્યારબાદ X-BIS સ્ક્રીનિંગ દરમિયાન મશીનમાં શંકાસ્પદ ઈમેજ દેખાઈ હતી. મુસાફરે પહેરેલા જૂતાની બારીકાઈથી તપાસ કરવામાં આવતાં જવાનો ચોંકી ઉઠ્યા હતા. તેણે જૂતાના સોલની અંદર ચાલાકીપૂર્વક સોનાની પેસ્ટ છુપાવી રાખી હતી. CISF દ્વારા તાત્કાલિક મુસાફરની અટકાયત કરી જપ્ત કરાયેલા સામગ્રી સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

રૂ. 37 લાખની કિંમતનું સોનું

કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત તપાસમાં જૂતામાંથી નીકળેલી પેસ્ટમાંથી આશરે 319 ગ્રામ શુદ્ધ સોનું મેળવવામાં સફળતા મળી હતી. કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા સોનાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ.37 લાખથી વધુ થાય છે. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે મુસાફર વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી સોનાની તસ્કરીના આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat સાયબર ક્રાઇમનો મોટો સપાટો, આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય સાગરીત દિવ્યેશ ઉર્ફે બાપુ પોરબંદરથી ઝડપાયો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *