Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ

📅 Published: October 23, 2026 | 📂 Category: Ahmedabad

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતું આપણું ગુજરાત શું હવે ધીમે-ધીમે નશાખોરીના ખતરનાક રવાડે ચઢી ગયું છે? આ એક એવો સવાલ છે જે આજે દરેક જાગૃત નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે. રાજ્યમાં યુવાધન જે પ્રકારે ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, તેણે વાલીઓ અને તંત્રની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં જ રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ આવ્યો છે, જે એક ભયાનક ચિત્ર રજૂ કરે છે.

ઓક્ટોબર મહિનામાં ડ્રગ્સના માતબર જથ્થાનો પર્દાફાશ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરો અને હાઇવે પરથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ઓક્ટોબર માસમાં જ સામે આવેલા આંકડાઓ ડરામણા છે.

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ: પોલીસે 25 કરોડ રૂપિયાથી વધુની જંગી કિંમતનું હેરોઈન અને એમડી (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
  • બાપુનગર પોલીસ: બાપુનગર વિસ્તારમાંથી 125 ગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
  • દાળમીલ રોડ અને શાહપુર: આ વિસ્તારોની પોલીસે પણ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • બોપલ પોલીસ: હાઈપ્રોફાઈલ ગણાતા બોપલ વિસ્તારમાંથી મોંઘો ગણાતો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કબ્જે કરાયો હતો.
  • અન્ય જિલ્લાઓ: અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, વાપી, ખેડા-ધોળકા હાઈવે તેમજ અરવલ્લીમાંથી પણ અવારનવાર ડ્રગ્સ ઝડપાયું છે.

તંત્રની બેદરકારી કે ડ્રગ્સ કાર્ટેલની હોશિયારી?

રાજ્યમાંથી આ પ્રકારે સતત ડ્રગ્સ પકડાવા છતાં તેના વેપાર પર સંપૂર્ણ અંકુશ કેમ નથી આવી રહ્યો? તે એક મોટો પ્રશ્ન છે. શું આ તંત્રની નિષ્ક્રિયતા કે બેદરકારી છે, કે પછી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની કોઈ કુટિલ ચાલ છે, જેના કારણે સરળતાથી સપ્લાય થાય છે? ઉત્તર ભારતના કેટલાક રાજ્યોની સ્થિતિ નશાના કારણે પહેલેથી જ ખરાબ થઈ ચૂકી છે, અને હવે આ જ કાર્ટેલની નજર ગુજરાત પર હોય તેમ લાગે છે.

રાજકોટિયન્સનો મણ અને ‘ઉડતા ગુજરાત’ની ચિંતા

રાજકોટમાં પણ ડ્રગ્સ પકડાવવાના મામલે સ્થાનિક લોકો અને યુવાનોએ પોતાની આકરી પ્રતિક્રિયાઓ આપી છે. રાજકોટના નાગરિકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ડ્રગ્સના વેચાણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો અને કિશોરો વધુ પ્રમાણમાં આ દૂષણના શિકાર બની રહ્યા છે.

એકવાર નશાખોરી તરફ વળેલો યુવાન ફરી પાછો મુખ્ય પ્રવાહમાં આવી શકતો નથી, જેના કારણે તેનું આખું ભવિષ્ય અંધકારમય બની જાય છે. પંજાબની સ્થિતિને દર્શાવતી ફિલ્મની જેમ હવે લોકો ગુજરાત માટે પણ ‘ઉડતા ગુજરાત’ શબ્દપ્રયોગ કરવા મજબૂર બન્યા છે.

સરકારે લેવું પડશે કડક પગલા

ગુજરાતમાં દિન-પ્રતિદિન વધી રહેલા ડ્રગ્સના આ મલીન કારોબારને ડામવા માટે સરકારે હવે એક્શન મોડમાં આવવું પડશે. યુવાધનને બચાવવા માટે ડ્રગ્સના સપ્લાયરો અને પેડલરો સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવ્યા વિના અત્યંત કડક કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે અને આ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: Banaskantha News: ડીસા માર્કેટ યાર્ડમાં 500 કરોડનું GST કૌભાંડ થયું?, વેપારીએ વીડિયો વાયરલ કરી પર્દાફાશ કર્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *