Dabhoi : ડભોઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોડ પર 10 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડયું

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા અત્યંત મહત્વપૂર્ણ એવા ડભોઈ-સ્ટેચ્યુ ઓફ્ યુનિટી મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડભોઈના દશામા મંદિર પાસે રસ્તાની બંને તરફ્ અંદાજે 10 ફૂટ જેટલું વિશાળ અને જોખમી ગાબડું પડવા છતાં સ્ટેટ હાઈવે વિભાગના અધિકારી આંખ આડા કાન કરે છે. નવાઇની વાત તો એ છે કે, તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી આ માર્ગ પરથી પસાર થયા હતા. રસ્તાની સ્થિતિ અંગે તંત્રને ટકોર પણ કરી હતી. તેમ છતાં સ્ટેટ હાઈવેના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. આજદિન સુધી રસ્તાની બંને બાજુ પડેલા આ મસમોટા ગાબડા પૂરવાની તસ્દી લેવાઇ નથી. સ્થાનિક પ્રજાની સાથે દેશ-વિદેશના પ્રવાસી અને VVIP મહેમાનો પણ આ જ રસ્તા પરથી પસાર થાય છે. આવા સમયે 10 ફૂટ જેટલા મોટા ગાબડાના કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટેલા રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ગાબડું ન દેખાવાને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગાંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી દહેશત સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *