Dahodમાં હાહાકાર, ધમધમતા ઠક્કર ફળિયા વિસ્તારના ઘરમાં ઘૂસ્યું જંગલી શિયાળ, લોકોમાં ભારે દહેશત…

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

દાહોદ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા એવા ઠક્કર ફળિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાં અચાનક જંગલી શિયાળ ઘૂસી ગયું હતું. ઘરના સભ્યો કંઈ સમજે તે પહેલાં જ શિયાળ સીધું બાથરૂમમાં જઈને ભરાઈ ગયું હતું. શહેરી વિસ્તારમાં અને તે પણ ગીચ લોકેશન પર જંગલી જાનવર આવી ચડતાં મકાનમાલિક સહિત આસપાસના લોકોમાં ભારે ભય અને સન્નાટો વ્યાપી ગયો હતો.

પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે ભારે જહેમત બાદ શિયાળનું કર્યું સફળ રેસ્ક્યુ

શિયાળ બાથરૂમમાં પૂરાયેલું હોવાનું માલૂમ પડતાં જ પરિવારજનોએ સમજદારી દાખવીને તુરંત પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોને ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ પ્રકૃતિ મિત્ર મંડળની અનુભવી રેસ્ક્યુ ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાથરૂમમાં ઘેરાયેલા જંગલી શિયાળને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું.

સલામત સ્થળે રખાયા બાદ શિયાળને જંગલમાં મુક્ત કરાશે

રેસ્ક્યુ કરાયેલા જંગલી શિયાળને હાલ પ્રકૃતિ મિત્ર મંડળના રેસ્ક્યુ સેન્ટર ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. પ્રાથમિક તબીબી તપાસ અને નિરીક્ષણ બાદ શિયાળને તેના નૈસર્ગિક આવાસ એવા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે. રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા વનજીવનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થઈ જતાં મકાનમાલિક અને આસપાસના રહીશોએ મોટો ઉત્પાત ટળતાં રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Weather Update : ચોમાસાની વિદાય પછી અચાનક કેમ વકર્યો ગરમીનો પ્રકોપ? હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી…!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *