Dahod: જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય શાંતાબેનના પતિ મુકેશ ઉર્ફે ટીના પારગીની ધરપકડ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

સંતરામપુર પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠકના ભારતીય જનતા પાર્ટીના મહિલા સભ્ય શાંતાબેનના પતિ મુકેશ ઉર્ફે ટીના પારગી ની સંતરામપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપી મુકેશ ઉર્ફે ટીના પારગી સામે પ્રોહિબિશન (ગેરકાયદે દારૂની હેરાફેરી/વેચાણ) નો ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા 5 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો-ફરતો હતો.

સંતરામપુર પોલીસની મોટી કાર્યવાહી

સંતરામપુર પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે ટીના પારગીને દબોચી લીધો હતો. ભાજપના સક્રિય મહિલા લોકપ્રતિનિધિના પતિની જ દારૂના ગુનામાં 5 વર્ષ પછી ધરપકડ થતાં દાહોદ અને મહીસાગર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

પ્રોહિબિશનના કેસમાં સંતરામપુર પોલીસે દબોચ્યા

પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉના પ્રોહિબિશન કેસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: ધોળકામાં સરકારી રેસ્ટ હાઉસ નજીક રોડ પર 5 ફૂટથી વધુ ઊંડા બે મસમોટા ભૂવા પડતાં વાહનચાલકોમાં ભય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *