Dahod: સંજેલીનાં વિકાસમાં મહારાજા પુષ્પસિંહજીનુ મોટું યોગદાન

📅 Published: September 26, 2026 | 📂 Category: gujarati-news

સંજેલીનાં વિકાસમાં મહારાજા પુષ્પસિંહજીનુ સૌથી મોટું યોગદાન રહેલું છે. તેઓએ રૈયતને ધંધા રોજગાર માટે બજારની વ્યવસ્થા કરી અને સાથેજ દવાખાનું અને 1878 મા સ્કુલ તથા 1870 ની આસપાસ ટપાલ ઓફ્સિ બનાવડાવી હતી. આ સાથે મહારાજા પુષ્પસિંહજીનાં શાસનકાળમાં સંજેલીનો સ્વર્ણ યુગ શરૂ થયો. તેઓએ દરેક ખાતાઓનું વિભાજન કર્યું અને તેનામાં ઘણાં સુધારાઓ પણ કર્યા. તેઓના સ્વર્ગવાસ પછી મહારાજા નરેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા ત્યારે પ્રજાને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સ્ટાર્ચમિલ તથા ધંધા રોજગાર માટે ડિસ્લેરી જેવા કારખાના સ્થાપિત કર્યા તેમજ પ્રજાનો વિકાસ કર્યો. આ સાથે બ્રિટિશ સરકાર ભારતીયોના સ્વતંત્રતા આંદોલનો આગળ ઝુકતા અને સ્વતંત્રતા પ્રાપ્ત થતાં તા.30 જુન 1948 નાં રોજ સંજેલીનો સ્વતંત્ર ભારતમાં વિલય થયો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *