Daman: સેશન્સ કોર્ટે ઈ-સ્ટે અરજી ના મંજૂર કરતાં સાંસદ ઉમેશ પટેલનું સાંસદ પદ લટકતી તલવાર પર

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

દમણની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉમેશ પટેલ પર આક્ષેપ થયો હતો કે તેમણે ફરજ પરના પોલીસકર્મીઓને ધક્કો માર્યો હતો, બળજબરીથી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને સરકારી સમિતિના સભ્યોને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા.

દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલી વધી

સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા અને કાયદાકીય ફરજમાં રૂકાવટ બદલ નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે ઉમેશ પટેલને ૨ વર્ષની જેલની સજા સંભળાવી હતી.નીચલી કોર્ટના આ ચુકાદા સામે ઉમેશ પટેલે દમણ સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી સજાના અમલ પર સ્ટે મેળવવા ઈ-અરજી કરી હતી. સાંસદના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ૨ વર્ષની સજા થતાં જ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ મુજબ ઉમેશ પટેલ આપોઆપ સાંસદ પદેથી ગેરલાયક ઠરી શકે છે. તેથી આ કાયદાકીય પરિણામોને ટાળવા માટે સજા પર સ્ટે આપવો જરૂરી છે.

 સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપવાની ઈ-અરજી કરી ના મંજૂર

સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને સજા પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે. કાયદા મુજબ 2 કે તેથી વધુ વર્ષની સજા પામેલા લોકપ્રતિનિધિનું સંસદ સભ્યપદ રદ થઈ શકે છે, જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે ન આપે. સેશન્સ કોર્ટમાંથી આંચકો મળ્યા બાદ ઉમેશ પટેલ માટે પોતાનું સાંસદ પદ બચાવવા માટે હવે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

આ પણ વાંચો: Bardoli: સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સત્તાધારી સહકાર પેનલનો સફાયો, કિસાન પરિવર્તન પેનલનો ઝળહળતો વિજય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *