Delhiમાં વરસાદને લઇ રેડ એલર્ટ, તાબડતોડ ડાયવર્ટ કરાઇ બે ફ્લાઇટ

📅 Published: September 5, 2026 | 📂 Category: India National

Delhi: દેશભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની અસર હવે વિમાન સેવા પર પડી રહી છે. જેને કારણે તાબડતોડ બે ફ્લાઇટ ડાયવર્ડ કરવામાં આવી છે. 

મળતી માહિતી અનુસાર હાલ દિલ્હીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે શ્રીનગર-દિલ્હી ફ્લાઇટ AI 1810 જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે દેશના 14 રાજ્યમાં ભારે વરસાદને લઈે એલર્ટ આપ્યું છે. 

નોંધનીય છે કે, શનિવાર સવારથી દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાકમાં શહેરમાં ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની પણ પરિસ્થિતિ સામે આવી છે. 

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 5 સપ્ટેમ્બરના રોજ 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી કેટલાક કલાકોમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત અનેક પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. ગઈકાલ રાતથી સતત વરસાદને કારણે યુપી અને બિહારના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. IMD ના નવા અપડેટ મુજબ, બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા વિસ્તાર દ્વારા સંચાલિત ચોમાસાનો ખતરો હાલમાં ઉત્તર અને મધ્ય ભારતમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં નોંધપાત્ર વરસાદની સંભાવના વધી ગઈ છે.

આ પણ વાંચો: Nepal Flood: 275 ભારતીય હજુ પણ ગુમ, 166 લોકોને બચાવાય; મરનારનો આંકડો 1300ને પાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *