Delhi : પુતિન સાથે દિલ્હી આવી એવી ‘સિક્રેટ’ કાર કે ગોળી કે બ્લાસ્ટની પણ કોઇ અસર ના થાય, વાંચો તેની ખાસિયત

📅 Published: September 11, 2026 | 📂 Category: India National

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 18મા BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે તેમનો ખાસ સુરક્ષિત કાર કાફલો પણ દિલ્હી આવ્યો છે. કાફલામાં આશરે 24 ગાડીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા Aurus Senat કારની થઈ રહી છે. વિદેશ પ્રવાસ દરમિયાન પણ આ કારને ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે લઈ જવામાં આવે છે. પુતિનની આ કારને પૈડાનો કિલ્લો કહેવાય છે

ગોળીથી લઈને બ્લાસ્ટ સુધી સુરક્ષાની કવચ

Aurus Senatને રાષ્ટ્રપતિના કાફલાની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેની જાડી બખ્તરબંધ સુરક્ષા પરત ગોળી અને ધમાકાની અસરથી બચાવવામાં મદદ કરે છે. કારમાં આગળની ગાડી પ્રમાણે ઝડપ જાળવવાની સિસ્ટમ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ છે.

598 હોર્સપાવર, 880 Nm ટોર્ક

પુતિનની Aurus Senatમાં 4.4 લીટર ટ્વિન-ટર્બો V8 એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ છે. તે આશરે 598 હોર્સપાવર અને 880 ન્યૂટન મીટર ટોર્ક આપે છે. 9-સ્પીડ ઓટોમેટિક સિસ્ટમ ધરાવતી આ કારની મહત્તમ ઝડપ આશરે 160 કિમી પ્રતિ કલાક છે અને તે લગભગ 9 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

લક્ઝરીમાં પણ કોઈ કસર નહીં

5,630 મીમી લાંબી, 2,000 મીમી પહોળી અને 1,700 મીમી ઊંચી આ કારમાં મોંઘા લેધરની સીટ, લાકડાની સજાવટ અને આધુનિક મનોરંજન વ્યવસ્થા આપવામાં આવી છે. કડકડતી ઠંડીથી લઈને ભારે ગરમી સુધીના મુશ્કેલ હવામાનમાં પણ કાર ચલાવી શકાય તે રીતે તેને તૈયાર કરવામાં આવી છે.

2018માં થઈ હતી રજૂઆત

Aurus Senatને 2018માં રશિયાના ‘કોર્ટેન્જ’ કાર્યક્રમ હેઠળ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ સરકારી ઉપયોગ માટે દેશમાં જ વૈભવી અને બખ્તરબંધ વાહનો તૈયાર કરવાનો હતો. કારનું ડિઝાઇન સોવિયત યુગની ZIS-110થી પ્રેરિત હોવાનું જણાવાય છે. ગયા વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પુતિન સાથે આ જ કારમાં બેઠા હતા.  

આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *