Delhi બસ ગેંગરેપમાં મોટો ખુલાસો… વિદ્યાર્થીની ગુસ્સામાં ઘરેથી નકળી! પોલીસને આરોપીઓને લઈ મળ્યો પુરાવા

📅 Published: September 2, 2026 | 📂 Category: India National

Delhi: દિલ્હી કાશ્મીરી ગેટ બસ ગેંગરેપ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ ફોરેન્સિક પુરાવા મેળવ્યા છે. ફિંગરપ્રિન્ટ વિશ્લેષણથી આરોપીઓની હાજરીની પુષ્ટિ થઈ છે; પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અને બે આરોપીઓ બંનેના ફિંગરપ્રિન્ટ બસની અંદર મળી આવ્યા હતા. પોલીસે બસ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપ દ્વારા પહેરવામાં આવેલા કપડાં પણ જપ્ત કર્યા હતા. તેઓ હવે ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવાનો ઇરાદો ધરાવે છે.

16 વર્ષની વિદ્યાર્થીની પર ગેંગરેપ

4 ઓગસ્ટના રોજ, ગ્રેટર નોઇડાના પરી ચોકથી એક વિદ્યાર્થીની સ્લીપર બસમાં ચઢી ગઈ. તેમાં અન્ય કોઈ મુસાફરો નહોતા. બસ ચાલુ હતી ત્યારે બસ કંડક્ટર અને ડ્રાઇવરે 16 વર્ષની છોકરી પર ગેંગરેપ કર્યો હતો. તે ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે.

વિદ્યાર્થીની ઝઘડા પછી ઘરેથી નીકળી ગઈ હતી

યુવતી 11મા ધોરણની વિદ્યાર્થીની છે. તેના પરિવાર સાથે ઝઘડા પછી તે ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી, નોઇડામાં રહેતા તેના પિતરાઈ ભાઈને મળવા નીકળી ગઇ હતી, પણ તેને કયા ખબર હતી કે તેની સાથે આવી ભયાનક ઘટના થઇ જશે. જે બસમાં વિદ્યાર્થીની સાથે વાહિયાત ઘટના થઈ હતી તે બસનો એક વીડિયો હવે સામે આવ્યો છે. પોલીસે આ કેસના સંદર્ભમાં બસ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી છે.

બસના વીડિયોમાં શું ખુલાસો થાય છે?

વિડીયોમાં ડ્રાઇવરની સીટ પાસે સ્ટીયરીંગ વ્હીલ પર એક ધાબળો મૂકવામાં આવ્યો છે. સીટો વચ્ચેના પાંખમાં એક ચાદર પણ પડેલી મળી આવી છે. બસ વિશ્વનાથ કંપનીની છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર UP83E T3789 છે. પોલીસે તપાસ માટે વાહન જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: Bangladesh પરત ફરશે શેખ હસીનાએ આ શું કહી દીધું? સત્તા માટે પાછી….


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *