Delhi માં પાકિસ્તાન હાઇ કમિશન બહાર બુલડોઝર ફેરવાયું, 'ટીટ ફોર ટેટ'થી ઇસ્લામાબાદને આપ્યો જવાબ

📅 Published: August 20, 2026 | 📂 Category: India National

પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સુરક્ષા બેરિકેડ્સ દૂર કરવાની કાર્યવાહી આ વધતા તણાવ વચ્ચે આવી છે. અગાઉ, ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર સુરક્ષા ઘેરો દૂર કરવામાં આવ્યો હતો. હવે, દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે જેવા સાથે તેવી જ રીતે ભારતે આપ્યો જવાબ.

દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર કાર્યવાહી

ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર રહેલી વધારાની બાહ્ય સુરક્ષા વ્યવસ્થા અને બેરિકેડ્સ બુલડોઝરની મદદથી હટાવી દીધા છે.આ કાર્યવાહી ઇસ્લામાબાદમાં પાકિસ્તાન દ્વારા ભારતીય હાઇ કમિશનની બહારથી સુરક્ષા બેરિકેડ્સ હટાવવાના માત્ર ત્રણ દિવસ બાદ જ કરવામાં આવી છે.રાજદ્વારી કચેરીની બહાર ફૂટપાથ અને રસ્તા પર મુકવામાં આવેલા ટ્રાફિક બોલાર્ડ તથા અન્ય સ્ટ્રક્ચર્સને મશીનો દ્વારા તોડી પડાયા છે.આ પગલાને પાકિસ્તાનના ઉશ્કેરણીજનક કૃત્યના સીધા અને જડબાતોડ જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.  

‘ઓપરેશન સિંદૂર’ અને બંને દેશો વચ્ચેનો સૈન્ય તણાવ

બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં ખટાશ છે, પરંતુ તાજેતરની ઘટનાઓએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.ગયા વર્ષે પહેલગામમાં થયેલા નિર્દયી આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જેના પછી તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.આ આતંકી હુમલાના જવાબમાં ભારતે કડક સૈન્ય કાર્યવાહી કરતા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું.આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેલા આતંકવાદી માળખાઓ અને કેમ્પોને નિશાન બનાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.ભારે નુકસાન બાદ પાકિસ્તાનની અપીલથી ૧૦ મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થતાં લશ્કરી તણાવમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.  

અમેરિકી રાજદૂત સર્જીયો ગોરનું નિવેદન 

આ રાજદ્વારી વિવાદ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અમેરિકાના વધતા હકારાત્મક વલણથી પાકિસ્તાનની ચિંતામાં ભારે વધારો થયો છે.ભારતમાં અમેરિકાના રાજદૂત અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના વિશેષ દૂત સેર્ગીયો ગોર (Sergio Gor) એ તાજેતરમાં શ્રીનગરની મુલાકાત લીધી હતી.તેમણે જમ્મુ અને કાશ્મીરને ભારતનો “એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ” ગણાવ્યો અને ત્યાંની સુંદરતાની ખુલ્લા મને પ્રશંસા કરી.સર્જીયો ગોરે કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાયેલા સુરક્ષા પગલાંની પણ સરાહના કરી હતી અને અમેરિકાની ટ્રાવેલ એડવાઇઝરી (પ્રવાસ સલાહકાર)ની સમીક્ષા કરી તેમાં છૂટછાટ આપવાનો સંકેત આપ્યો હતો.  

સર્જીયોના નિવેદનથી પાકિસ્તાન લાલઘૂમ

આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાને ઇસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસના ચાર્જ ડી’અફેર્સ નતાલી બેકરને સમન્સ પાઠવીને સખત વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂતના જમ્મુ-કાશ્મીર અંગેના નિવેદનને “તથ્યહીન અને ખોટું” ગણાવીને ફગાવી દીધું હતું. અમેરિકા અને ભારતની આ વધતી નિકટતા તેમજ દિલ્હીમાં થયેલી તાજેતરની બુલડોઝર કાર્યવાહીના કારણે બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ ફરી એકવાર વણસી ગયો છે

આ પણ વાંચોઃ Maharashtra: મરાઠી નહીં આવડતી હોય તો…..ટેક્સી અને કેબ ડ્રાઇવરો પર મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *