Delhi: વંદે માતરમથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ, રાહુલ ગાંધીના ધરણાને લઇને BJPની પ્રતિક્રિયા

📅 Published: August 21, 2026 | 📂 Category: India National

રાહુવ ગાંધીનું કહેવુ છે કે સીજેપીના વિદ્યાર્થી આંદોલન દરમિયાન પેલેટ ગન ચલાવવામાં આવી. જેને લઇને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશનની બહાર એફઆઇઆરની માગ સાથે ધરણા પર બેઠા છે.  રાહુલ ગાઁધીનું કહેવુ છે કે તેમની સાથે પેલેટ ગનથી પીડિત સાહિત લોહબચ અને તેમનો પરિવાર પણ છે. આરોપ છે કે હજી સુધી એફઆઇઆર નથી નોંધાઇ, ત્યારે આ મામલે બીજેપીનું નિવેદન સામે આવ્યું છે. 

વંદે માતરમથી ધ્યાન ભટકાવવાની કોંગ્રેસ કોશિશ- બીજેપી 

રાહુલ ગાંધી અરાજકતાનું રાજકારણ કરે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હાલમાં તેઓ પરવાનગી કે પૂર્વ માહિતી વિના સંસદ માર્ગ પર ધરણા પર બેઠા છે. પોલીસે તેમને જાણ કરી છે કે તેઓ જે ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે તેના પર FIR નોંધાઈ ચૂકી છે અને તેની તપાસ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આની તપાસ માટે ઉચ્ચ સ્તરીય  સમિતિની રચના કરી છે. તેમણે સવાલ કર્યો કે  રાહુલ ગાંધી, શું તમે કોઈ કાયદાનું સન્માન કરવા માંગતા નથી? અમને શંકા છે અને આરોપ છે કે કોંગ્રેસ હવે રાષ્ટ્રગીત વંદે માતરમ પરના તેના વલણને કારણે અટવાઈ ગઈ છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ હાલમાં જે કરી રહી છે તેની અમે નિંદા કરીએ છીએ.

રાહુલ ગાંધીની FIR નોંધવાની માગ

રાહુલ ગાંધી પેલેટ ગન ચલાવનારા પોલીસ કર્મચારીઓ સામે કેસ દાખલ કરવા માંગે છે. તેમણે પહેલા મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને કેસ નોંધવાની વિનંતી કરી. જોકે, જ્યારે પોલીસે તેમ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેઓ DCP (સેન્ટ્રલ) ને મળવા ગયા. નવી દિલ્હીમાં DCP ની ઓફિસમાં બે પોલીસ અધિકારીઓએ રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમાં સંયુક્ત કમિશનર (નવી દિલ્હી) નુપુર પ્રસાદ અને DCP સચિન શર્માનો સમાવેશ થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *