Delhi Rahul Gandhi Protest: સૂત્રોચ્ચાર, ભજન અને.. 3 કલાકથી રાહુલ ગાંધીના ધરણા, બોલ્યા..FIR વગર હટીશું નહીં

📅 Published: August 21, 2026 | 📂 Category: India National

રાહુલ ગાઁધીનો આરોપ છે કે દિલ્હીના કનોટ પ્લેસ સાથે 20 જુલાઇના રોજ પેલેટ ગન ચલાવવામાં આવી. એફઆઇઆરના નામ પર એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન દોડાવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પેલેટ ગનનો ઉપયોગ કરાયો છે. જ્યાં સુધી એફઆઇઆર નહીં થાય ત્યાં સુધી અમે હટીશું નહી.

એફઆઇઆર નહીં થાય ત્યાં સુધી અમે હટીશું નહી- રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યાય માટે એફઆઇઆર દાખલ કરવાની માગ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ તપાસ અધિકારીનું નામ જણાવે. મહત્વનું છે કે છેલ્લા 3 કલાકથી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. પોલીસે નહીં તો બીજા કોણે ચલાવી પેલેટ ગન. 14 ઓગષ્ટથી એફઆઇઆર માટે ધક્કા ખાઇ રહ્યા છીએ. 

રેંટિયો કાંતીને કર્યો વિરોધ 

ડીસીપીને મળ્યા પછી પણ રાહુલ ગાંધીએ ધરણા યથાવત રાખ્યા છે.  પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત પાર્ટીના અનેક નેતાઓ પણ ધરણામાં જોડાયા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બોક્સ રેંટિઓ દર્શાવીને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો. 

કેસ નહીં હાથમાં લેવાય, ઉપરથી આદેશ છે- સાહિલના વકીલ 

પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં, પેલેટ ગન શેલિંગનો ભોગ બનેલા સાહિલ લોચાવના વકીલ કહે છે, “14 ઓગસ્ટના રોજ અમે કનોટ પ્લેસના પોલીસ સ્ટેશન ગયા હતા. તેમણે કહ્યું કે જંતર મંતરના બધા કેસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. અમે અહીં આવ્યા. તેમણે અમને કહ્યું કે ઘટના સ્થળ કનોટ પ્લેસ વિસ્તાર છે, તેથી અમારે ત્યાં જવું જોઈએ. અમે તેમની પાસે પાછા ગયા. તેમણે ફરિયાદ વાંચી તે ક્ષણે, તેમણે અમને તે પાછી આપી અને અમને ત્યાં ખૂબ લાંબા સમય સુધી બેસાડ્યા. SHO એ મારી સાથે ફોન પર વ્યક્તિગત રીતે વાત કરી અને તેમણે મને કહ્યું કે તેઓ કેસ હાથ ધરશે નહીં અને કારણ કે તેમને ઉપરથી આદેશ મળ્યો છે… દિવસના અંતે, અમે DCP ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો અને અમને કહેવામાં આવ્યું કે ફરિયાદો સીધી ત્યાં પહોંચતી નથી… LoP અહીં આવ્યા પછી, ફરિયાદ પર ફક્ત સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો પરંતુ FIR હજુ પણ નોંધવામાં આવી નથી. આ એક સ્પષ્ટ ગુનો છે જે થયો છે.  

મને હજી સ્પષ્ટ દેખાતુ નથી- સાહિલ 

20  જુલાઈના રોજ મારા પર પેલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો. મને લેડી હાર્ડિંગમાં દાખલ કરવામાં આવ્યો, ત્યાંથી મને એઈમ્સમાં રિફર કરવામાં આવ્યો. એઈમ્સમાં મારી સર્જરી થઈ. પણ મારી આંખમાં હજુ પણ દ્રષ્ટિ સ્પષ્ટ નથી. 14 ઓગસ્ટના રોજ મેં 7 પાનાની ફરિયાદ લખી અને મારા વકીલને આપી… પરંતુ એફઆઈઆર નોંધાઈ નથી.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *