Delhi Ramleela: રાવણની સાથે 30 ફૂટના કૉકરોચનું દહન.. આયોજકોએ કહ્યું સ્વચ્છતાનો સંદેશ આપવાની પહેલ

📅 Published: October 16, 2026 | 📂 Category: India National

આ વર્ષે દિલ્હીમાં યોજાનારી રામલીલાઓમાંથી એકમાં, રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાંની સાથે વંદા (cockroach)નું 30 ફૂટ ઊંચું પૂતળું પણ બાળવામાં આવશે. પિતમપુરા સ્થિત ‘શ્રી કેશવ રામલીલા સમિતિ’નો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે.

cockroach એ ગંદકીનું પ્રતીક

સમિતિના જણાવ્યા અનુસાર, cockroach એ ગંદકીનું પ્રતીક છે અને તેને બાળવાનો હેતુ સ્વચ્છતા અંગેનો સંદેશ આપવાનો છે. દરમિયાન, CJPએ આજે ​​કનોટ પ્લેસ ખાતે એક મેળાવડાનું આયોજન કર્યું છે જેમાં સહભાગીઓ ત્રિરંગો લઈને આવશે. જેને પગલે સત્તાવાળાઓએ સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.

cockroachનું પૂતળુ બાળવામાં આવશે 

સમિતિના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અશોક ગોયલે જણાવ્યું હતું કે, આ પહેલ ‘સ્વચ્છ ભારત’ અને ‘સ્વચ્છ દિલ્હી’ અભિયાનનો એક ભાગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આની પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી. ગોયલના મતે, આ પૂતળું અનિષ્ટ પર શિષ્ટની (સારાની) જીતના સંદેશને પણ વધુ મજબૂત બનાવશે. એટલું જ નહીં, વંદાને રાવણની સેનાના એક રાક્ષસ તરીકે દર્શાવવામાં આવશે.

સીજેપી શું છે ?

જ્યાં સુધી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ની વાત છે, તો તે એક વ્યંગાત્મક વિરોધ આંદોલન તરીકે શરૂ થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)એ એકવાર બેરોજગાર યુવાનોની સરખામણી વંદા સાથે કરી હતી, જે ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ, આ સંગઠને વિરોધ પ્રદર્શનના પ્રતીક તરીકે વંદા (cockroach) ને અપનાવ્યું અને બેરોજગારી, પરીક્ષાઓમાં અનિયમિતતાઓ તથા સરકારી જવાબદારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા

ધર્મેન્દ્ર પ્રધાને આપવુ પડ્યુ રાજીનામુ 

 CJP (સીજેપી) એ જૂન અને જુલાઈ દરમિયાન જંતર-મંતર પર એક મહિના સુધી ધરણાં યોજ્યા હતા. 20 જુલાઈએ તેમણે સંસદ સુધી એક કૂચ (માર્ચ) નું આયોજન કર્યું હતું, જેના પરિણામે તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં, આ જૂથ વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો સાથે મળીને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. આ મામલો મતદાર યાદીઓની વિશેષ સઘન પુનરાવર્તન પ્રક્રિયા (special intensive revision) દરમિયાન કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે.

સૌરવ દાસ અને આશુતોષ રાંકા છે જેલમાં

10 ઓક્ટોબરે, મુંબઈથી દિલ્હી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી પોલીસ પ્રવેશી હતી. તેમણે CJP ના સ્થાપક અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી હતી. જંતર-મંતર પહોંચે તે પહેલાં જ આ ત્રણેયને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી, બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવા અને જંતર-મંતર પર ગેરકાયદે પ્રવેશ (trespassing) કરવાના આરોપસર દાસ અને રાંકાને પાંચ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ, દિપકેએ લોકોને આજે કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર થવાની અપીલ કરી છે. તેમણે આને ત્રિરંગો ફરકાવવાના અધિકારના રક્ષણ માટેના પ્રયાસ તરીકે રજૂ કર્યો છે. જે લોકો દિલ્હી પહોંચી શક્યા નથી, તેમને પોતપોતાના શહેરોમાં ‘ધ્વજ કૂચ’ (flag march) નું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.

કનોટ પ્લેસ પાસે કડક સુરક્ષા 

સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની અનેક ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. કોનોટ પ્લેસ અને જંતર-મંતરની આસપાસ કડક દેખરેખ રાખવામાં આવશે. ગુરુવારે, દિલ્હી હાઈકોર્ટે વિરોધ પ્રદર્શનોને રોકવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનોના તાજેતરના દોર દરમિયાન કાર્યકરો, વિદ્યાર્થીઓ અને પત્રકારોની પણ અટકાયત કરવામાં આવી છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *