બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ અંગે FIR નોંધી છે. કોર્ટે CBIને FIR નોંધવા અને કોઈ અનુભવી વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો. CBIએ દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાનનું નિવેદન પણ નોંધ્યું છે. આ નિવેદનને તપાસના પ્રારંભિક તબક્કાનો એક મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, તેમણે આ કેસ અંગેની પોતાની રજૂઆતો અને ઉપલબ્ધ માહિતી CBI અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.
સતત અપડેટ ચાલુ છે…
આ પણ વાંચો: Gujarat Heavy Rain: છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, 35 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા
