DRI Operation Deep Manifest: પાકિસ્તાનથી દુબઈ થઈ ભારતમાં બીજની આયાત, 2.02 કરોડનો જથ્થો જપ્ત

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ દેશની સુરક્ષા અને વેપાર નિયમોના ભંગ સામે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. DRI દ્વારા ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ પાકિસ્તાનથી દુબઈના રસ્તે ભારતમાં ગેરકાયદે બીજની આયાત કરવામાં આવતી હોવાનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન સત્તાવાળાઓએ કુટિલ રીતે છુપાવવામાં આવેલો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો છે.

મૂળ દેશ છુપાવીને કરવામાં આવતી હતી આયાત

તપાસમાં ખુલાસો થયો છે કે, આયાતકારો દ્વારા માલનો મૂળ દેશ (ઓરિજિન) પાકિસ્તાન હોવાની હકીકત છુપાવવામાં આવી હતી અને દુબઈ થઈને આ માલ ભારતમાં લાવવામાં આવી રહ્યો હતો. DRIની સઘન તપાસમાં કુલ 46,920 કિલોગ્રામ બીજનો જથ્થો ઝડપાયો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાની મૂળના અંદાજે 25 હજાર કિલોગ્રામ તરબૂચનાં બીજનો પણ સમાવેશ થાય છે.

<a href="

=” target=”_blank”>

=

રૂ. 2.02 કરોડનો જથ્થો કબ્જે, 2 આરોપીઓની ધરપકડ

DRIની આ કડક કાર્યવાહીમાં પકડાયેલા કુલ 46,920 કિલો બીજના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 2.02 કરોડ આંકવામાં આવી છે. આ ગેરકાયદે વેપાર અને દાણચોરીના રેકેટમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્કમાં કયા કયા લોકો સામેલ છે અને આ માલ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે એજન્સી દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: 25 October Top News: PM મોદી અને CMના વિવિધ કાર્યક્રમો, 25 ઓક્ટોબરના રોજ આ ઘટનાઓ પર રહેશે સૌની નજર!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *