Dwarkaમાં ASO નાજિયા ખાનમના શંકાસ્પદ મોત મામલે FIR, સાસરિયાઓ પર ત્રાસના આરોપ

📅 Published: August 23, 2026 | 📂 Category: India National

Dwarka જિલ્લાના ભરથલ ગામમાં રક્ષા મંત્રાલયમાં અસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ASO) 30 વર્ષીય નાજિયા ખાનમના શંકાસ્પદ સંજોગોમાં મોતના મામલે પોલીસે FIR દાખલ કરી છે. નાજિયાના પરિવારજનોએ સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, નાજિયાના પિતાની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી છે.

સાસરિયાઓ પર ત્રાસ આપવાના આરોપ

ફરિયાદમાં સાસરિયાઓ પર નાજિયાને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે નાજિયાના લગ્ન 11 એપ્રિલે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ આઝમ અલી ખાન સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ નાજિયાને તેના પતિ, સાસુ અને સસરા તરફથી પરેશાન કરવામાં આવતી હતી. આરોપ છે કે તેની સાથે ગાળાગાળી અને મારપીટ કરવામાં આવતી હતી અને તેને ઘરેથી કાઢી મૂકવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી.

ઘરવાળાઓને નાજિયાએ જણાવી હતી પોતાની હાલત

ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નાજિયા આશરે ત્રણ મહિનાની ગર્ભવતી હતી અને તેમ છતાં કથિત રીતે તેની સાથે ત્રાસ ચાલુ રહ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, નાજિયા ફોન પર સમયાંતરે પોતાની સાથે થઈ રહેલા વ્યવહારની જાણકારી આપતી હતી. પરિવારને 21 ઓગસ્ટની સવારે આશરે ચાર વાગ્યે નાજિયાના સસરાએ ફોન કરીને તેના મોતની જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નાજિયાનો મૃતદેહ ભરથલ ગામમાં આવેલા ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પોલીસે આ મામલે તપાસ તેજ કરી 

પરિવારે પોતાની ફરિયાદમાં નાજિયાના મોતને લઈને શંકા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે તેને સતત માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી હોય શકે છે. પરિવારે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે તેની હત્યા કરીને ઘટનાને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું હોય શકે છે. પોલીસે BNSની કલમ 85 અને 108 હેઠળ કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિત અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *