Dwarka News: ધારાસભ્ય પબુભા માણેકે જાહેરમાં કહ્યું, મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયાની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈને અનેક ચર્ચાઓ ચકડોળે ચડી છે. તાજેતરમાં વિંછિયાના અમરાપુર ખાતે કોળી સમાજનું એક સ્નેહમિલન સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જસદણ વિધાનસભા બેઠકને લઈને એવું નિવેદન આપ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા ફરીથી મંત્રી બનશે.જોકે,તેમના આ નિવેદન સામે કોળી સમાજના જ આગેવાન પ્રવીણભાઈ કોળીએ જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં કોણ લડશે અને આગળ જતાં મંત્રી કોણ બનશે તે તમામ બાબતો માત્ર કોળી સમાજ જ નક્કી કરશે.હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું કોળી સમાજને લઈ એક નિવેદન સામે આવ્યું છે. 

મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આપેલા આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.પભુબા માણેકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ ધારાસભ્ય હીરા સોલંકીને કહી રહ્યાં છે કે, ગુજરાતમાં તમારો સમાજ સૌથી મોટો છે અને બીજા નંબરનો છે. જેથી મુખ્યમંત્રી પણ તમારા થવા જોઈએ. ભૂતકાળમાં આપણા વડીલોએ જે કર્યું એ પણ હાલમાં જાગૃતિનો અભાવ છે. સમાજના યુવાનોએ એક થવાની જરૂર છે. 

રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ

પબુભા માણેકના આ નિવેદનને લઈને રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ધાર્મિક પ્રસંગ દરમિયાન આપેલા આ રાજકીય નિવેદનથી આગામી સમયમાં રાજકીય સમીકરણો પર શું અસર પડશે તે અંગે પણ તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. કોળી સમાજના નેતાઓને લઈને થઈ રહેલા નિવેદનોથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ વિંછિયામાં કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે, કુંવરજી બાવળિયાએ હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.કુંવરજી બાવળિયા માત્ર સમાજના નામે ચૂંટણી લડે છે પરંતુ પોતાના આપેલા વાયદા ક્યારેય પૂરા કરતા નથી.

આ પણ વાંચોઃ Surendranagar News: ગેરકાયદે ઇંધણની હેરાફેરી પર પોલીસનો સપાટો, શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *