જ્યારે Elon Muskએ 2002માં ટેક અને એરોસ્પેસ કંપની SpaceX માટે એન્જિનિયરોની ભરતી શરૂ કરી હતી, ત્યારે તેમણે ઉમેદવારોને સ્પષ્ટ કહી દીધું હતું કે અહીં કામ કરતી વખતે જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. તાજેતરમાં X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મસ્ક આ વાત જણાવતા જોવા મળી રહ્યા છે. મસ્કે પોતે પોસ્ટ કરીને આ વાત સાચી હોવાનું પણ સ્વીકાર્યું છે.
<a href="
=” target=”_blank” style=”background-color: rgb(255, 255, 255);”>
=
આ પાછળનું કારણ એ હતું કે મસ્કને પોતાને પણ લાગતું હતું કે આ કંપની નિષ્ફળ જવાની 90 ટકા શક્યતા છે. જોકે, ખાસ વાત એ હતી કે લોકોને કંપની સાથે જોડવા માટે મોટા-મોટા અને ખોટા વાયદા કરવાને બદલે મસ્કે કર્મચારીઓ સામે હંમેશાં હકીકત રજૂ કરી હતી.
કંપની નિષ્ફળ જવાનો હતો ડર
તાજેતરમાં ફાયરસાઇડ આલ્ફા દ્વારા X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં મસ્ક સ્પેસએક્સની શરૂઆતના દિવસોને યાદ કરતા જોવા મળ્યા હતા.
તેમણે જણાવ્યું કે 2002ના મધ્યમાં જ્યારે તેમણે આ કંપની શરૂ કરી હતી, ત્યારે તેમને લાગતું હતું કે કદાચ આ પ્રયાસ સફળ નહીં થાય. કંપની માટે એન્જિનિયરોની ભરતી કરતી વખતે તેમણે ઉમેદવારોને કહ્યું હતું કે કદાચ આપણે જીવ ગુમાવી બેસીશું.
જોકે, તેમણે એ પણ સમજાવ્યું હતું કે સફળતાની એક નાની શક્યતા ચોક્કસ છે. આ પ્રોજેક્ટ દ્વારા માનવીઓને મંગળ ગ્રહ સુધી લઈ જઈ શકાય છે અને રોકેટ ટેક્નોલોજીને નવી ઊંચાઈએ પહોંચાડી શકાય છે.
મસ્કે પોતે સંભાળી મુખ્ય એન્જિનિયરની જવાબદારી
મસ્કે વધુમાં જણાવ્યું કે તેમને પોતે જ સ્પેસએક્સના મુખ્ય એન્જિનિયરની જવાબદારી સંભાળવી પડી હતી, કારણ કે આ કામ માટે કોઈ અનુભવી વ્યક્તિ મળતી નહોતી, જે આ પડકાર સ્વીકારવા તૈયાર હોય.
તેમણે કહ્યું કે કોઈ યોગ્ય ઉમેદવાર આ પ્રોજેક્ટ સાથે જોડાવા માગતો નહોતો. કારણ કે તેમને આ પ્રોજેક્ટ ખૂબ જોખમી લાગતો હતો અને તેનું પરિણામ ખરાબ આવી શકે તેવી તેમને આશંકા હતી.
જ્યારે તેમને કોઈ યોગ્ય ઉમેદવાર ન મળ્યો, ત્યારે તેમણે પોતે જ આ જવાબદારી ઉપાડી લીધી હતી. X પર આ વીડિયો શેર થયા બાદ મસ્કે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી તેના પર પ્રતિક્રિયા આપતાં આ વાતની પુષ્ટિ કરી હતી. પોસ્ટના જવાબમાં તેમણે લખ્યું હતું કે, “હા, આવું જ થયું હતું.”
જેન્સન હુઆંગને લઈને પણ કહી મોટી વાત
મસ્કનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હુઆંગે 12 નવેમ્બરે Nvidiaમાંથી રાજીનામું આપ્યું હતું. આ મામલે પ્રતિક્રિયા આપતાં મસ્કે કહ્યું હતું કે જેન્સન હુઆંગ જેવી દિગ્ગજ વ્યક્તિને પોતાની કંપનીમાં નોકરી આપવી એ તેમના માટે સન્માનની વાત હશે.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર એક પોસ્ટનો જવાબ આપતાં મસ્કે એ વાત સાથે પણ સહમતિ દર્શાવી હતી કે કોઈ કંપનીના જૂના સ્થાપકોનું સ્થાન લેવું સહેલું નથી અને આવું કરવું ખૂબ મુશ્કેલ હોય છે.
