EPFOમાં 25,000ની નવી પગાર મર્યાદા….શું કંપની ઘટાડશે ઇન-હેન્ડ સેલેરી, કર્મચારીઓની ચિંતા

📅 Published: September 28, 2026 | 📂 Category: Business

કેન્દ્ર સરકારે 17 સપ્ટેમ્બર, 2026 થી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની વેતન મર્યાદા (Salary Limit) Rs.15,000 થી વધારીને Rs.25,000 કરી દીધી છે. શ્રમ મંત્રાલયના આ મહત્વપૂર્ણ નિર્ણયથી Rs.15,000 થી Rs.25,000 સુધીનો માસિક પગાર ધરાવતા 1 કરોડથી વધુ વધારાના કર્મચારીઓ હવે ફરજિયાત EPF કવરેજ હેઠળ આવશે. આ ફેરફારનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને ઔપચારિક રોજગારી અને સરકારી સામાજિક કલ્યાણ યોજનાઓ સાથે જોડવાનો છે.

કંપની મૂળ પગાર ઘડાટશે, કર્મચારીઓની ચિંતા

નવી મર્યાદા લાગુ થવાથી કંપનીઓ (Employers) નો ખર્ચ વધશે, જેને લઈને કર્મચારીઓમાં ચિંતા હતી કે શું તેમનો પગાર ઘટશે? જોકે, શ્રમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કંપની પોતાના કાનૂની હિસ્સાનો ખર્ચ કવર કરવા માટે કર્મચારીના નિશ્ચિત વૈધાનિક પગારમાં ઘટાડો કરી શકતી નથી. કંપનીએ પોતાનું યોગદાન અલગથી જમા કરાવવું પડશે.

PF કપાતનું ગણિત અને ‘ઇન-હેન્ડ’ સેલેરી પર અસર

EPFO ના નિયમ અનુસાર, કર્મચારીના બેઝિક પગાર + DA ના 12% રકમ EPF માં જમા થશે. સામે કંપની પણ 12% યોગદાન આપશે (જેમાંથી 8.33% પેન્શન યોજના-EPS માં અને બાકીની રકમ EPF માં જશે).

ઇન-હેન્ડ સેલેરી: તમારા પગારમાંથી 12% કપાત થવાને કારણે દર મહિને હાથમાં આવતો (In-hand) પગાર થોડો ઘટી શકે છે.

ભવિષ્યનો ફાયદો: ઘટાડો થવા છતાં આ રકમ તમારી જ બચત છે, જેના પર આકર્ષક વ્યાજ, પેન્શન અને મફત વીમા કવરેજ (Insurance Cover) જેવા લાભો મળશે.

કંપનીઓને મળશે સરકારી રાહત (PVBRY યોજના)

કંપનીઓ પર વધારાના નાણાકીય બોજને પહોંચી વળવા માટે સરકાર ‘પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના’ (PVBRY) હેઠળ મદદ કરશે. આ યોજના હેઠળ નોકરીદાતાઓને પ્રત્યેક નવા ઉમેરાયેલા કર્મચારી દીઠ દર મહિને Rs.3,000 સુધીની સબસીડી/સહાય મળી શકે છે. શ્રમ મંત્રાલયે તમામ કંપનીઓને નવી મર્યાદા હેઠળ આવતા કર્મચારીઓની ઓળખ કરી તાત્કાલિક નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.

કર્મચારીઓએ આગામી પેસ્લિપ (Payslip) માં આ 3 બાબતો ખાસ ચકાસવી:

પોતાની કપાત: તમારા પગારમાંથી નિયમ મુજબ કેટલા 12% કાપવામાં આવ્યા છે.

કંપનીનું યોગદાન: કંપનીએ પોતાનો કાનૂની હિસ્સો અલગથી જમા કરાવ્યો છે કે નહીં.

ઇન-હેન્ડ રકમ: કપાત બાદ તમને મળવાપાત્ર સાચો પગાર જમા થયો છે કે નહીં.

આ પણ વાંચો : Bank Fixed Deposit: પૈસાની અચાનક જરૂર પડે તો FD તોડવી કે FD પર લોન લેવી? જાણો સંપૂર્ણ ગણતરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *