Faridabad School Suicide: વર્ગખંડમાં બિરયાની અંગેના વિવાદમાં તડકામાં 4 કલાક ઉભા રહેવાની સજા, વિદ્યાર્થિનીએ શાળાના ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યુ

📅 Published: September 2, 2026 | 📂 Category: India National

બી.કે.હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ ડબુઆની રહેવાસી જાન્વી તરીકે થઈ છે.

પિતાએ શાળા પ્રશાસન પર લગાવ્યો આરોપ 

જાન્વીના પિતા પ્રમોદ કુમારે શાળાના શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બિરયાની ખાવા અંગે વિવાદ થયો હતો. આ વિવાદમાં તેમની પુત્રીનો કોઈ વાંક ન હોવા છતાં, તેને સજા આપવામાં આવી હતી. પિતાના જણાવ્યા મુજબ, શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેમને આ અંગે જાણ કરી હતી. પ્રમોદ કુમારનો આરોપ છે કે શિક્ષકે જાન્વીને 4 કલાક સુધી તડકામાં ઉભી રાખી હતી. મૃતકના પિતાએ કહ્યુ હતુ કે, તેમની પુત્રી આ ઘટનાથી દુઃખી હતી. માનસિક તકલીફને કારણે જાન્વી ત્રીજા માળેથી કૂદી હતી. 

સજાના આરોપોને આચાર્યે ગણાવ્યા ખોટા 

શાળાના આચાર્ય આર.કે. શર્માએ સજાના આરોપોને નકાર્યા છે. તેઓએ કહ્યુ હતુ કે, જાન્વીને કોઈ સજા કરાઇ નથી. પરિવાર દ્વારા આક્ષેપ કરાયેલી રીતે તેની સાથે વર્તન થયુ નથી. આચાર્યના જણાવ્યા મુજબ, જાન્વી બાથરૂમ જવાનું કહીને વર્ગખંડ છોડીને નીકળી હતી. ત્યારબાદ, તે શાળાના ત્રીજા માળે પહોંચી અને ત્યાંથી કૂદી હતી. શાળા મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, ઘટના પાછળનું વાસ્તવિક કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસે તપાસ શરૂ 

ઘટનાની જાણ થતાં જ ડબુઆ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે શાળા પરિસરનું નિરીક્ષણ કર્યું છે અને ઘટના સંબંધિત માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ શાળા મેનેજમેન્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મૃતકના પરિવાર પાસેથી માહિતી એકઠી કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થી ત્રીજા માળે કેવી રીતે પહોંચી અને ઘટના પહેલા તેની સાથે શું થયું. વિદ્યાર્થીને કથિત રીતે સજા આપવામાં આવી હોવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ રશિયન એરસ્પેસ વાપરતી એરલાઇન્સને Zelenskyyની ચેતવણી, Putin કહ્યું, ‘આ સ્ટેટ ટેરરિઝમ’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *