Gandhinagar: કેબ ડ્રાઈવરની ઘોર બેદરકારીએ 1.5 વર્ષના માસુમનો જીવ લીધો, સેક્ટર-5B માં કાર નીચે કચડાતાં બાળકનું કરૂણ મોત

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના સેક્ટર-5B માં એક અત્યંત લોહી ઉકાળનારી અને અરેરાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. એક પરિવાર પોતાનો પ્રવાસ પૂર્ણ કરીને મોડી સાંજે પોતાના ઘરે પરત ફર્યો હતો. પરિવારના સભ્યો કેબમાંથી ઉતરીને ઘર પાસે પોતાનો સામાન ઉતારવામાં વ્યસ્ત હતા.

ગાંધીનગરમાં કાળજું કંપાવી દેતી ઘટના

દરમિયાન, કાળ બનીને આવેલા કેબ ડ્રાઈવરે પાછળ કે આસપાસ જોયા વિના જ અચાનક ગાડી આગળ ધપાવી દીધી હતી. પરિવાર સામાન ઉતારવામાં રોકાયેલો હતો ત્યારે 1.5 વર્ષનું માસુમ બાળક અચાનક કારના આગળના ટાયરની ચપેટમાં આવી ગયું હતું. કેબ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવતાં કારનું આગળનું ટાયર માસુમ બાળક પર ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ગંભીર રીતે કચડાઈ જતાં બાળકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.

કેબ ડ્રાઈવરની ઘોર બેદરકારીએ લીધો માસુમનો જીવ

ક્ષણવાર પહેલાં પ્રવાસના આનંદમાં રાચતા પરિવારનો માસુમ કુળદીપક છીનવાઈ જતાં પરિવારજનોના કરૂણ રુદનથી સમગ્ર વિસ્તાર ગમીન બની ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે કેબ ડ્રાઈવરની બેદરકારી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા સહિતની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: નવી મુંબઈ-દિવ ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ; ખરાબ હવામાનને લીધે કરાઈ ડાઇવર્ટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *