Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 38 બેઠકો પર શાનદાર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ પ્રચંડ વિજય બાદ હવે ગાંધીનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ અને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. આ વખતે મેયર પદ બક્ષીપંચ સમુદાય માટે અનામત ફાળવવામાં આવ્યું હોવાથી, ભાજપ દ્વારા કયા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે.

મેયર પદની રેસમાં અંકિત બારોટ, કનુ દેસાઈ, મહેશ ચૌધરી અને ધર્મેન્દ્ર નાયી મોખરે

મેયર પદ માટે ભાજપના વિવિધ જૂથો અને સક્રિય નેતાઓના નામ જોરશોરથી ચર્ચામાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, યુવા અને સક્રિય નેતા અંકિત બારોટ તેમજ પીઢ સંગઠન કાર્યકર કનુ દેસાઈ આ રેસમાં પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત, મહેશ ચૌધરી કે જેઓ ઓબીસી હોવા છતાં જનરલ બેઠક પરથી શાનદાર વિજય મેળવીને આવ્યા છે, તેમનું નામ પણ મોખરે છે. સાથે જ વોર્ડ નંબર ૧૦ માંથી ભાજપ પેનલમાંથી વિજેતા બનેલા ધર્મેન્દ્ર નાયીનું નામ પણ મેયર પદની રેસમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ દાવેદારોની લાઈન લાગી

માત્ર મેયર પદ જ નહીં, પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન’ પદ માટે પણ લોબિંગ અને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ પદ માટે વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટર જશવંત પટેલ, વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર મહેન્દ્ર પટેલ તેમજ વોર્ડ નંબર ૯ ના જ અન્ય કોર્પોરેટર ગૌરાંગ પટેલના નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આગામી સમયમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા કયા નામો પર અંતિમ મહોર મારવામાં આવે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકારણીઓની નજર છે.

આ પણ વાંચો : Mahisagar News : પાણી નહીં મળે તેવા પત્રથી સળગ્યો હતો વિરોધ, સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *