Gandhinagar: રમતગમતમાં દેશમાં પ્રથમવાર ગુજરાતે શરૂ કર્યો ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ પ્રોજેક્ટ; ખેલાડીઓના DNAનો થશે અભ્યાસ

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતે રમતગમતના વિકાસ અને ખેલાડીઓના પરફોર્મન્સમાં સુધારો લાવવા માટે વિજ્ઞાન અને બાયોટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ પૂર્વે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ કાર્યક્રમની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે.

પ્રતિભાશાળી રમતવીરોના DNAનો ઊંડાણપૂર્વક અભ્યાસ

આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના અગ્રણી અને પ્રતિભાશાળી રમતવીરોના DNA સેમ્પલ એકત્ર કરીને તેમના આનુવંશિક બંધારણ (Genetic Structure) નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. આ કાર્યક્રમના પ્રથમ તબક્કા હેઠળ ટેનિસ રમત સાથે સંકળાયેલા ખેલાડીઓના DNA સેમ્પલ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ વર્ષે 2,000 અને આગામી 5 વર્ષમાં કુલ 10,000 ખેલાડીઓના સેમ્પલ લેવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ’ તૈયાર કરવામાં આવશે

આ યોજના અંતર્ગત રાજ્યમાં એક વિશેષ ‘ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ’ (G-AGD) તૈયાર કરવામાં આવશે. જીનોમિક ડેટાના આધારે ખેલાડીઓની શારીરિક ક્ષમતા, ચોક્કસ રમત માટેની તેમની સાનુકૂળતા, સ્નાયુઓની તાકાત, ઈજા થવાનું જોખમ અને ઈજામાંથી રિકવર થવામાં લાગતો સમય જેવી મહત્ત્વની બાબતોનો ચોક્કસ ખ્યાલ આવી શકશે.

સ્પોર્ટ્સ જીનોમિક્સના મુખ્ય ફાયદા

જીનેટિક પ્રોફાઇલિંગથી ખેલાડીના ડીએનએ મુજબ કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ ચાર્ટ અને ડાયેટ પ્લાન બનાવી શકાશે. કયા ખેલાડીને કયા પ્રકારના સ્નાયુઓની ઈજા થવાનું જોખમ વધુ છે તે અગાઉથી જાણીને તકેદારી રાખી શકાશે. નાની વયે જ બાળકોના ડીએનએ લક્ષણો પરથી તેઓ કઈ રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે છે તેનું સચોટ મૂલ્યાંકન શક્ય બનશે.

આ પણ વાંચો: Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *